વડોદરામાં બાપ-દીકરા માટે કાળ બનીને આવ્યો ટ્રક- 16 વર્ષના દીકરાના પગ અને પિતાનું માથું છુંદાયું

વડોદરા(ગુજરાત): આજકાલ અવારનવાર એક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara) નજીક નંદેશરી-ફાજલપુર રોડ(Nandeshari-Fajalpur Road) પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત…

વડોદરા(ગુજરાત): આજકાલ અવારનવાર એક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara) નજીક નંદેશરી-ફાજલપુર રોડ(Nandeshari-Fajalpur Road) પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. પિતા-પુત્ર બંને વાસદ(Vasad) તરફ જઇ રહ્યા હતા. રાયકા ગામ(Raika village)ના રહેવાસી પિતા-પુત્રનાં એકસાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં અરેરાટી છવાઈ ગઈ હતી. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસ દ્વારા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો રમણભાઇ સિંધા(ઉં.35) અને તેમના પુત્ર અરુણ સાથે બાઇક પર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ નજીક પિતા-પુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લેતાં તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. એમાં 16 વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકનાં તોતિંગ વ્હીલ ફરી વળતાં કમરથી નીચેનો ભાગ છૂટો પડી ગયો હતો.

બુધવારે બપોરના સમયે બનેલા આ બનાવની જાણ પરિવારને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં તે પણ સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ પરિવારજનોના હૈયાફાટ રુદને ગામમાં સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે હાઇવે પરના વાહનવ્યવહારને પણ અસર પડી હતી. જાણવા મળ્યું છે કે, આ બનાવ બનતાં ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા સ્થળ પર પડેલી ટ્રક કબજે કરવામાં આવી હતી. આ સાથે જ નંદેશરી પોલીસ દ્વારા મૃતક નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો સિંધાના પિતા રમણભાઇ ભીખાભાઇ સિંધાની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *