જુઓ ક્યાં યોજાયુ અક્ષયકુમાર, રામદેવ, અમીતાભનું બેસણું

છોલ્લા ઘણા દિવસોથી કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશના દરેક રાજ્યમાંથી કોગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવો જ વધુ એક વિરોધ ગુજરાતના સુરતમાંથી કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડિઝલના ભાવ વધારામાં વિરોધ કરવામાં કોંગ્રેસના યુવા કાર્યકરો ભાન ભૂલ્યા હોય તે રીતે સિટી લાઈટમાં આવેલા સાયન્સ સેન્ટર સામેના પેટ્રોલ પંપ પર શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો.

લોકડાઉન બાદથી પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થતા રાજ્યમાંથી કોગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં કોગ્રેસ દ્વારા કરવામાં આવેલ આ વિરોધમાં ભાજપના અથવા કેન્દ્ર સરકારના વિરોધની જગ્યાએ કોગ્રેસે અક્ષયકુમાર, બાબા રામદેવ, અમિતાભ બચ્ચન, ખેરને ફોટો મુકીને શ્રધ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના નેતાઓને પુછતાં તેમણે કહ્યું કે, આ જૂથબંધીમાં યુવા કોંગ્રેસે કાર્યક્રમ યોજ્યો હોય શકે છે. જ્યારે યુથ કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, મારી જાણમાં આવો કોઈ કાર્યક્રમ જ યોજવામાં આવ્યો નથી. કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે, જૂથવાદ ચાલે છે. જેના કારણે એકબીજાથી આગળ રહેવા ઉપર કોઈ નેતાને જાણ કર્યા વગર જ આ પ્રકારે પ્રસિધ્ધિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું ખુદ કોંગ્રેસના નેતાઓ સ્વિકારી રહ્યાં છે.

મીડયા સાથે વાતચીતમાં આ સમગ્ર ઘટના અંગે સુરતના યુવા કાર્યકરોએ જણાવ્યુ હતુ કે, 2014 માં જયારે યુપીએ સરકાર હતી. તે વખતે ફિલ્મી સિતારાઓ પેટ્રોલ-ડિઝલના ભાવ બાબતે ટ્વીટ તથા સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરીને સરકારને બદનામ કરવા આલોચના કરતા હતા. જયારે અત્યારે ભાવ વધારો થઇ રહ્યો છે. તો સરકાર સામે તેમનો અવાજ ઉઠાવવો જોઇએ. 24 દિવસ થી પેટ્રોલ-ડિઝલના ભાવો વઘી રહ્યા હોવાછતા એક હરફ સુદ્વા  ઉચ્ચારતા નથી. ત્યારે ક્યાંક ને કયાંક તેમનો અંતર આત્મા મરી ગયો હોઇ તેવુ લાગતા  આજરોજ તેમની આત્માને જગાડવા માટે આ શ્રદ્વાજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના યુથ કોંગ્રેસ પક્ષના આગેવાનોને જાણ કર્યા વગર શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. બાબા રામદેવ, અક્ષયકુમાર, અનુપમ ખેર અને અમિતાભ બચ્ચનના ફોટો સાથેના પોસ્ટરને પેટ્રોલપંપ બહાર રાખી દઈને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ કરી નાખવામાં આવ્યો હતો. આ અંગે ત્યાંથી પસાર થતાં સ્થાનિકોએ પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શનની ટીકા કરી હતી. પેટ્રોલનો ભાવ વધારાનો વિરોધ યોગ્ય છે પરંતુ આ રીત ધડ માથા વગરના કોઈ ઉદ્દેશ્ય વગર જ વિરોધ પ્રદર્શનની લોકો પણ ટીકા કરતાં હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈએ જણાવ્યું કે, મને કશી જ જાણકારી નથી. છોકરાઓ જૂથબંધીમાં આવા કાર્યક્રમ કરતાં હોય છે. જો કે યુથ કોંગ્રેસના પ્રમુખે પણ આ કાર્યક્રમ તેમણે ન કર્યો હોવાનું સ્વિકાર કરતાં કોંગ્રેસ પર ખો દીધી હતી. યુથ કોંગ્રેસના પ્રદિપ ભરવાડે કહ્યું કે, તેના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ જ અપાયો નથી. યુથ કોંગ્રેસ જયેશ દેસાઈ પણ કહે છે આ કાર્યક્રમ બાબતે મને કશી ખબર નથી અને આ કાર્યક્રમ યુથ કોંગ્રેસે નથી કર્યો એટલે કોંગ્રેસને પૂછો એક બીજા પર ખો આપતા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *