નવસારી(Navsari): જિલ્લાના ચીખલી (Chikhli) પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલએ પોતાના સરકારી ક્વોટર્સમાં આપઘાત (Police suicide in Navsari) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ ચીખલી પોલીસ મથકમાં પીએસઓ તેમજ બીટ જમાદાર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ છેલ્લા કેટલાક દિવસો બીમાર હતો જેથી કંટાળીને આપઘાત કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસ કર્મચારીઓ સેવી રહ્યા છે.
જો વાત કરવામાં આવે તો સંજય પટેલને પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. સુરત જિલ્લાના મહુવા પાસેના મૂળ રહેવાસી સંજય પટેલના આપઘાતથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ચીખલી પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ હેડ કોન્સ્ટેબલના આપઘાતથી ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને જિલ્લાના પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે. હાલમાં તો પોલીસ કોન્સ્ટેબલના મોતની પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.