સુપ્રીમ કોર્ટે ગુજરાતના કયા IAS, IPS અને જજ ને કહ્યું થેલા લઈને આવજો, સાબરમતી જેલમાં પણ જવું પડશે

Contempt of Court of Supreme court by Surat Police: તમે ક્યારેય વિચાર્યું છે કે એક જજ ને જ અને સાથે સાથે ટોપ લેવલના IPS IAS…

Contempt of Court of Supreme court by Surat Police: તમે ક્યારેય વિચાર્યું છે કે એક જજ ને જ અને સાથે સાથે ટોપ લેવલના IPS IAS ને કોર્ટ કહે કે, તૈયાર રહો, જ્યારે બોલાવીએ ત્યારે બિસ્તરા પોટલા લઈને આવી જજો. બની શકે કોર્ટમાંથી સીધુ જેલમાં જવું પડે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસે ખુબ જ આકરી ટિપ્પણી કરતા ગુજરાતના એડિશ્નલ ચીફ સેક્રેટરી કમલ દયાની, સુરત પોલીસ કમિશનર એ કે તોમર, ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય સિંહ ગુર્જર, સુરતના એડિશનલ સીજેએમ અને ઈન્સ્પેક્ટર આર વાય રાવલને ખુબ જ આકરી ફટકાર લગાવતા નોટિસ પણ ફટકારી. સવાલ એ છે કે આખરે આ મામલો શું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ (Justice B R Gavai) આટલા બધા ભડકી ગયા.તો આવો તેના વિશે વિગતવાર વાત કરીએ…

સુરતના એક વેપારી તુષારભાઈ શાહને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. પરંતુ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ પર આરોપ છે કે તેમણએ સુરતની એક કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા. પૂછપરછમાં બર્બરતા દેખાડી અને એક કરોડ 65 લાખ રૂપિયાની માંગણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચોંકાવનારી વાત છે કે આગોતરા જામીનને અગણવામાં આવ્યા.

સુરત પોલીસ સ્વર કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો

વેપારી તુષાર શાહના વકીલોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આગોતરા જામીન મળ્યાના ચાર દિવસ બાદ જ સુરત પોલીસે રિમાન્ડ માટે અરજી નાખી. નીચલી કોર્ટના જજે પણ 13 ડિસેમ્બરના રોજ ઓર્ડર પાસ કરીને તેના અસીલને 16 ડિસેમ્બર સુધી જેલમાં મોકલી દીધો. એટલું જ નહીં રિમાન્ડમાં તેના અસીલને પરેશાન કરવામાં આવ્યો. રિમાન્ડ પર લેવાનો હેતુ કઈ બીજો નહીં પરંતુ તેના અસીલને ડરાવવાનો ધમકાવવાનો હતો. પોલીસનો હેતુ કોઈ પણ ભોગે તુષારભાઈ શાહ પાસેથી એક કરોડ 60 લાખ રૂપિયા મેળવવાનો હતો. જ્યારે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ખુલ્લેઆમ ભંગ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફક્ત પોલીસ નહીં, પ્રશાસન અને નીચલી કોર્ટના જજે પણ પાલન કરવાનો હતો. તુષારભાઈ શાહના વકીલોની દલીલ પર જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતા ખુબ જ ભડકી ગયા. બંને જજોએ કહ્યું કે પોલીસ પ્રશાસન સાથે જોડાયેલા લોકોએ જાણી જોઈને કોર્ટના આદેશને અવગણ્યો છે. આ માટે તેમને છોડી શકાય નહીં. એટલું જ નહીં એડિશનલ સીજેએમની દાનત પણ ઠીક લાગતી નથી. આખરે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ જઈને આ પ્રકારની કાર્યવાહી કેવી રીતે કરી શકો. તપાસ અધિકારીએ રિમાન્ડ પર લેવાની હિંમત કેવી રીતે કરી.

સુપ્રીમે પોલીસ અને સરકારને પૂછયા આકરા સવાલો

ઉદ્યોગપતિના વકીલોએ સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજી બાદ લાલઘૂમ થઈ હતી અને સણસણતા સવાલો ગુજરાત સરકારના અધિકારી અને સુરતના IPS અધિકારીઓને પૂછ્યા હતા.

સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, સુરત પોલીસ કમિશનર એ.કે. તોમર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલને નોટિસ પાઠવી હતી. નોટિસમાં પુછાયું છે કે, સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મંજૂર કરાયા છે તો પછી તપાસ અધિકારી રિમાન્ડ માટે નીચલી અદાલતમાં અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે લઈ શકાય? આ કોર્ટના આદેશનો ઘોર તિરસ્કાર છે.

બેન્ચે કહ્યું, “એવું લાગે છે કે ગુજરાત જુદા જુદા કાયદાઓનું પાલન કરે છે. તે વિશ્વની ડાયમંડ કેપિટલ થઈ રહ્યું છે. આ અમારા આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. મેજિસ્ટ્રેટ અને તપાસ અધિકારી આવો અને સમજાવો કે રિમાન્ડ ઓર્ડર કેવી રીતે અપાયો. અમે ડીજીપીને નિર્દેશ આપીશું કે, દોષિતોને સાબરમતી જેલમાં અથવા બીજી જેલમાં મોકલીશું. તમામ 29 જાન્યુઆરીએ આવો અને અમને (રિમાન્ડના કારણો) એફિડેવિટમાં કરીને  જણાવો. આ સૌથી ઘૃણાસ્પદ કોર્ટ તિરસ્કાર છે.”

આક્રોશ સાથે જસ્ટિસ મહેતાએ કહ્યું, “આ થવાનું હતું. કેમેરા બંધ હોવા એ ઇરાદાપૂર્વક છે. કેમેરા ચાર દિવસથી કામ કરી રહ્યા ન હોય એવું બને નહી. પોલીસે કદાચ પોલીસ સ્ટેશન ડાયરીમાં આરોપી શાહની હાજરી દેખાડી ન હોય. આ સત્તાનો સરેઆમ દુરુપયોગ છે. સિવિલ ગુનામાં શા માટે રિમાન્ડની જરૂર હતી? હત્યાનું કોઈ હથિયાર હતું કે જે રીકવર કરવાનું હતું?”

પોલીસ સ્ટેશનના કેમેરા બંધ કે કારસ્તાન?

સુપ્રીમ કોર્ટે ખુબ ફટકાર લગાવ્યા બાદ પોલીસને કહ્યું કે તમે તે ચાર દિવસના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવો. કોર્ટના આ સવાલ પર પોલીસે કહ્યું કે કેમેરા કામ કરતા નહતા. આ જવાબ પર કોર્ટે કહ્યું કે હદ છે કે જ્યારે તમે રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા હતા ત્યારે તે સમયે તમારા કેમેરા પણ ખરાબ થઈ ગયા હતા. સુરત દેશનું ડાયમંડ કેપિટલ છે. મોટું વેપારી કેન્દ્ર છે અને તમે લોકો આ પ્રકારની દલીલો રજૂ કરી રહ્યા છો. આ મામલે પોલીસ પ્રશાસનનો પક્ષ રજૂ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ બિનશરતી માફીની માંગણી કરી. પરંતુ કોર્ટે એક વાત ન સાંભળી અને નીચલી કોર્ટના જજ, પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ વિરુદ્ધ કોર્ટના અનાદરની (Contempt of Court) નોટિસ ફટકારી છે અને હાજર રહેવા કહ્યું છે.