લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

Limbdi-Ahmedabad Highway Accident: સુરેન્દ્રનગરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત(Limbdi-Ahmedabad Highway Accident)માં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મુળી સરા રોડ પર સડલા નજીક…

Limbdi-Ahmedabad Highway Accident: સુરેન્દ્રનગરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત(Limbdi-Ahmedabad Highway Accident)માં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મુળી સરા રોડ પર સડલા નજીક અક્સમાત સર્જાયો હતો. ડમ્પરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણેય મૃતકો મોરબીથી મુળી આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્રણ લોકોનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું
આ અંગે મળતી વધુ વિગત પ્રમાણ સડલા ગામે ગામ પાસે પુર પાટે કોલસો ભરેલું ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયા હતો. અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ત્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.પોલીસે મૃતકોને હોસ્પિટલ મૂડી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યા હતા જ્યારે ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર ડાભી પરિવારના સભ્યો હતા જેમાં કરમશીભાઈ ખોડાભાઈ ડાભી ઉંમર વર્ષ 55, કરમશીભાઈ ડાભી ઉંમર વર્ષ 51, મહેશભાઈ કરમશીભાઈ ડાભી ઉંમર વર્ષ 30નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનામાં એક પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો જ્યારે રોહિત રમેશભાઈ ધુમાડિયા ઉંમર વર્ષ 21 ને ઇજાગ્રસ્ત હોય રાજકોટ ખાતે રીફર કર્યા હતા.

અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા
લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી એક વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.

રસ્તા પર સર્જાયો હતો ટ્રાફિકજામ
લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જ્યારે હાઈવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હાઇવે ઉપર બંને બાજુ વાહનોની લાગી લાઈન લાગી હતી. પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવ્યો હતો.