ગુજરાતમાં રામકથા તરીકે જાણીતા એવા મોરારિબાપુ અવાર-નવાર ચર્ચામાં આવતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ ગિરનાર (Girnar)પર રામકથા (Ramakatha)ના અંતિમ દિવસે મોરારીબાપુ (Moraribapu)એ એક ટકોર કરતા જણાવ્યું કે, બહુ જ નિકટના વ્યક્તિ જયારે વિરોધ કરે, ત્યારે પણ સાધનામાં ટકી રહેવું એ વખતે સાધકના પતનનો ભય રહે છે, ત્યારે સાધકને પોતાના જ પજવે છે. આવી વાતો કરતા ફરી એક વખત મોરારીબાપુ ચર્ચાનો વિષય બન્યા છે.
મોરારીબાપુ એ ગિરનારમાં રામકથા દરમ્યાન જણાવ્યું કે, “મારો હરી કહેશે કે, તું વ્યાસપીઠ પરથી જે કઈ તું બોલ્યો એ મને ખોટું લાગ્યું તો એ જ મિનિટે વ્યાસપીઠથી હું તરત જ ઉતરી જઈશ. તમે રાતે બિયર પી પી ને લખો ને બોલો એને વ્યાસ પીઠ ધ્યાનમાં ન લે.” આ વાતને લઈને ચર્ચા જાગી છે.
આ સમગ્ર ઘટના અંગે મોરારીબાપુએ કથામાં જ સમજાવતા કહ્યું કે, રામ કાર્ય કરનાર કોઈ સાધુ, માં ના આશીર્વાદ પ્રાપ્ત કરી લે, પછી સમાજ એનું બીજું કાઈ બગાડી ન શકે, પણ એની પ્રતિષ્ઠાને હાની પહોચાડવાનો પ્રયત્ન કરે છે-એનું ચરિત્રહનન કરે છે. સત્ય જાણ્યા વિના અફ્વા ફેલાવે છે. છતાં ભક્ત તો માત્ર પ્રભુ ભજનમાં લીન રહે છે. વિઘ્નસંતોષીઓ સાધુની પ્રતિષ્ઠાને હાની પહોચાડવાની જેટલી કોશિષ કરે એટલી જ સાધુની પ્રતિષ્ઠા વધતી જાય છે.
સાધના સંપન્ન પર્વતરાજ ગિરનાર અને એના પરનાં બધાં જ તીર્થસ્થાનોનાં સાન્નિધ્યમાં, ભગવાન ગુરુદત્તનાં ચરણોમાં સ્થિત કમંડળ કુંડ પરથી બાપુએ નવ દિવસીય રામકથાને આજે વિરામ આપ્યો હતો અને આજે ગિરનાર પર મોરારીબાપુની રામકથા પૂર્ણ થયેલ હતી.
સુંદરકાંડનું વર્ણન કરતા કહ્યું કે, રામ કાર્ય કરનાર કોઈ સાધુ, માં ના આશીર્વાદ પ્રાપ્ત કરી લે, પછી સમાજ એનું બીજું કાંઈ બગાડી ન શકે, પણ એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે-એનું ચરિત્રહનન કરે છે. સત્ય જાણ્યા વિના અફ્વા ફેલાવે છે. છતાં ભક્ત તો માત્ર પ્રભુ ભજનમાં લીન રહે છે. વિઘ્નસંતોષીઓ સાધુની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની જેટલી કોશિશ કરે, એટલી જ સાધુની પ્રતિષ્ઠા વધતી જાય છે. નેટવર્ક બનાવીને જ્યારે કોઇ સાધુ પુરુષની પ્રતિષ્ઠા જલાવવા કોશીશ કરે છે, ત્યારે સૌથી પહેલાં તો એવું કરનારની પોતાની ખોટી ધારણાઓ સળગી જાય છે.અને સાધુ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઇ જાય છે.
સુંદરકાંડ પછી લંકાકાંડ અને અંતે ઉત્તરકાંડનું સંક્ષેપમાં દર્શન કરાવીને પૂજ્ય બાપુએ માનસ-જગદંબાને વિરામ આપતા પહેલા કહ્યું કે ‘રામચરિતમાનસ પોતે જ સ્વયં જગદંબા છે. જગદંબાનાં બધાં જ લક્ષણો માનસમાં છે. મા જગદંબાની કૃપાથી, દિવ્ય ચેતનાઓનાં સાનિધ્યમાં બાપુએ આજે નવમા દિવસે પોતાની વાણીને વિરામ આપ્યો. રામકથાનું સુફ્ળ અવધૂત ગિરનારની પ્રકટ- અપ્રકટ સર્વ ચેતનાઓને બાપુએ અર્પણ કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle