મહીસાગર(Mahisagar): ધર્મ પરિવર્તન (Conversion of religion)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ મહીસાગર જીલ્લામાં એક સાથે 45 લોકોએ ધર્મ પરિવર્ત કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બાલાસિનોર (Balasinore)ની ગાર્ડન હોટલ (Garden Hotel)માં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બાલાસિનોર, નડિયાદ(Nadiad) અને પંચમહાલ (Panchmahal)ના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં ધર્મગુરુ દ્વારા 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તેમાં હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ (Buddhism)માં 45 લોકો જોડાયા છે. જાણવા મળ્યું છે કે, જીલ્લા તંત્ર આ સમગ્ર બાબતથી હજુ સુધી અજાણ છે.
મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો:
મળતી માહિતી અનુસાર, બાલાસિનોર નગરના રોહિતવાસના 7 ઈસમો સહિત મહીસાગર જિલ્લા સાથે ખેડા અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી હોટલમાં બૌદ્ધધર્મના ધર્મગુરુની હાજરીમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધધર્મમાં પરિવર્તન કરી લીધું હતું. આ બાબતે ફોટા અને વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જેને પગલે બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લાલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લોકોએ કાયદાકીય જિલ્લા કલેકટરને અરજી કરવાની રહે છે:
જે લોકો ધર્મ પરિવર્તન કરે છે તેઓએ કાયદાકીય રીતે જિલ્લા કલેકટરને અરજી કરવાની રહે છે. જે બાદ નાયબ કલેકટર અને મામલતદારને લોકો માટે અભિપ્રાય આપવામાં આવે છે. તો ધર્મ પરિવર્તન કરનાર લોકોએ જિલ્લા કલેકટરને અરજી કરી છે કે કેમ તે તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ આ સમગ્ર મામલો સામે આવતાં ભારે હડકમ મચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.