Coromandel Express Train Accident derails in Odisha’s Balasore district
કોલકાતાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ (Coromandel Express Train Accident) હાવડા થી ચેન્નાઇ જઈ રહેલી એક અન્ય બીજી ટ્રેનના પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન ના ડબ્બા સાથે અથડાઈ હતી.
ત્રણ NDRF યુનિટ્સ, 4 ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ યુનિટ્સ, 15 થી વધુ ફાયર રેસ્ક્યૂ ટીમો, 30 ડૉક્ટર્સ, 200 પોલીસ કર્મચારીઓ અને 60 એમ્બ્યુલન્સને સ્થળ પર એકત્રિત કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ અકસ્માતથી દુઃખી થયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી.
ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બા સાથે પેસેન્જર ટ્રેન અથડાતાં 50 લોકોના મોત થયા હતા અને 350 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિજનો માટે 10 લાખ રૂપિયા અને ગંભીર ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા અને નાની ઈજાઓ માટે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
કોરોમંડલ એક્સપ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જ્યારે અન્ય ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.