કોરોના થયા બાદ 17 વર્ષની વિદ્યાર્થીને બધે જ દેખાઈ રહ્યો છે કોરોના, આ લેખ વાંચીને તમે જ કહો હવે શું કરવું

હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં શારીરિક તકલીફોની સાથે લોકો માનસિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. સાઇકોલોજીના નિષ્ણાંત જણાવે છે કે, વ્યક્તિની શારીરિક બીમારીઓ માનસિક અવસ્થા ઉપર પણ આધાર રાખે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા શહેરની શાળાઓમાં અને જિલ્લામાં કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, રોજ અનેક લોકો હેલ્પલાઈનમાં ફોન કરીને માનસિક સહિતની જુદી સમસ્યાઓનો ઉકેલ માંગે છે અને નિષ્ણાંતો દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિવારણ પણ કરવામાં આવે છે. હાલમાં જ એક વાલીએ હેલ્પલાઈનમાં ફોન કરી સમસ્યા રજૂ કરતા કહ્યું કે, મારે 17 વર્ષનો દીકરો છે.

તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ખબર નહિ તેને શું થયું છે કે, તેને ઓનલાઇન ભણવાનું કહું તો કહેવા લાગે છે કે, મોબાઈલમાં કોરોના છે, જમવાનું આપું તો કહે રોટલીમાં પણ કોરોના છે, ન્હાવાનું કહું તો કે પાણીમાં કોરોના છે. તેને એવું લાગે છે કે, બધે કોરોના જ છે કોરોના સિવાય કશું નથી. હવે તો અમને પણ એ કોરોના માનવા લાગ્યો અને કહ્યા કરે છે કે, તમે પણ કોરોના છો. તેની માનસિક સ્થિતિ ખુબ જ બગડી ગઈ છે. આવા અનેક કેસો સામે આવ્યા છે જે નીચે મુજબ છે.

1. મારા ભાભીના મમ્મીનું મૃત્યુ થતાં તેને આઘાત લાગ્યો છે. તેને એક વર્ષનો બાબો છે. પણ આઘાતને કારણે એ પણ ભૂલી ગયા કે તેને બાબો છે. તેના ખોળામાં બાબાને આપીએ તો જાણે કોઈ પ્રતિક્રિયા જ નહીં. માટે અમે તમારા સેન્ટર પર લઈને આવીએ.

2. આ કાળ બનતા કોરોનાએ શરૂઆતમા વૃદ્ધોનો જીવ લીધો, બીજા તબક્કામાં યુવાનોનો વારો લીધો, હવે સંભળાય છે કે ત્રીજા તબક્કામાં બાળકોને ઝપેટમાં લેશે તો, અમને ઘણા પ્રયત્નો પછી સંતાન પ્રાપ્તિ થઈ છે અને મારા બાળકને કોરોના થશે અને તેને કઈ થશે તો અમે જીવતા નહીં રહી શકીએ.

3. આ કેવો જમાનો આવ્યો છે? એક સમય એવો હતો જયારે અમે બાળકો માટે તરસતા હતા અને આજે એ બાળકોએ જ અમને મરવા માટે એકલા છોડી દીધા છે. આ કોરાનાનો સત્યાનાશ થાય, જેને પોતાના સગાં માતા-પિતાને પણ તરછોડી દીધા હોય તેનો સહારો બીજા કોણ બને.

4. મેડમ મારી દીકરી 8 મહિનાની છે. કોરોના દરમિયાન જન્મ થયો હોવાથી તેને અત્યાર સુધી બહાર કાઢી ન હતી. પરંતુ, હવે ઘરના સભ્યો સિવાય બીજાને જોવે કે તેને કોઈ તેડે તો રડવા લાગે અને હેબતાઈ જાય છે. શું કરવું? મારી દીકરીને કોઈ બીમારી તો નહિ હોય ને?

5. મારે હજુ નાના 3 સંતાન છે. મારા પતિ મડદા બાળવા રોજ સ્મશાન જાય છે. આ અંગે હું તેમને ઘણું સમજાવું છું પણ સમજતા નથી શું કરવું? સેવાના મેવા સોંસરવા નીકળે એવી પરિસ્થિતિ થઈ છે. કઈ રીતે મારે તેમને સમજાવવા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *