કોરોનાએ તોડી અમેરિકાની કમર, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી પાસે માગી મદદ

કોરોનાવાયરસ એ દુનિયાભરમાં કોહરા મચાવી રાખ્યો છે.કોરોનાવાયરસ ના સૌથી વધારે કેસ અમેરિકામાં સામે આવ્યા છે અને અમેરિકામાં સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે.આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે અને hydroxychloroquine ટેબલેટ આપવાનો અનુરોધ કર્યો છે.

ચીનના વુહાનથીફેલાયેલ કોરોનાવાયરસ એ અમેરિકામાં સૌથી વધારે લોકોને પોતાની ઝપેટમાં લીધા છે.અમેરિકામાં ત્રણ લાખથી વધારે લોકો કોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમજ અમેરિકામાં કોરોનાવાયરસ ના કારણે મોતનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે.આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે hydroxychloroquine ટેબલેટ જલ્દી આપવાનો અનુરોધ કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં દવા બને છે. ભારતની જનસંખ્યા એક અબજથી વધારે છે. તેમણે પોતાના લોકો માટે પણ તેની જરૂર હશે.મેં પ્રધાનમંત્રી ને કહ્યું છે કે જો તે તમારા ઓર્ડર ને મોકલે છે તો અમે તેના આભારી રહીશું. હકીકતમાં hydroxychloroquine નો ઉપયોગ કરી કોરોના દર્દીઓનો ઇલાજ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *