ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) ફરી ધીમે ધીમે રફતાર પકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેસ એક હજારને પાર પહોચતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24માં કોરોના વાયરસના નવા 1069 નવા કેસ સામે આવતા સમગ્ર રાજ્યમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જ્યારે 103 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જોકે એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું. તો હાલ રાજ્યમાં 3927 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે.
જે પૈકી વેન્ટીલેટર પર 11 જેટલા દર્દીઓ છે અને 3916 દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ જોવામાં આવે તો 98.31 ટકા જેટલો છે. આજે 152072 લોકોનું વેક્સિનેશન થઇ ચુક્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818755 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે અને 10119 દર્દીઓ કોરોના સામેની જંગમાં હારી ચુક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,95,87,417 લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. અમદાવાદમાં 559 જેટલા કેસ નોંધાયા છે.
રાજ્યમાં ક્યાં કેટલા કોરોનાના કેસો:
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 164 કેસ, રાજકોટમાં 61 કેસ, ગાંધીનગરમાં 26 કેસ , જામનગરમાં 7 કેસ , ભાવનગરમાં 4 કેસ અને જુનાગઢમાં 7 કેસ નોંધાયા છે. તો આણંદમાં 39 કેસ , ખેડામાં 39 કેસ , કચ્છમાં 22 કેસ , વલસાડમાં 21 કેસ , નવસારીમાં 9 કેસ , મોરબીમાં 8 કેસ , ભરૂચમાં 7 કેસ , દાહોદમાં 6 કેસ , સાબરકાંઠામાં 6 કેસ, અમરેલીમાં 4 કેસ , ગીર સોમનાથમાં 3 કેસ , જૂનાગઢમાં 3 કેસ , મહેસાણામાં 3 કેસ , મહીસાગરમાં 2 કેસ , તાપીમાં 2 કેસ , અરવલ્લીમાં 1 કેસ , બનાસકાંઠા 1 કેસ અને દેવભૂમિ દ્વારકામાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.