ગુજરાત(Gujarat): દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોના(Record break corona)ના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોના ના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) શરુ થઇ ચુકી હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ જવા પામી છે. આજે રાજ્યમાં 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ સામે આવતા ફફડાટ મચ્યો છે, તો 5 દર્દીના મોત થતા હવે મોતનો આંકડો પણ વધી જવા પામ્યો છે. તો કોરોનાને મ્હાત આપીને આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 સુધી પહોંચી જવા પામી છે. હાલ રાજ્યમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ હાલ સ્ટેબલ છે.
રાજ્યમાં હવે કોરોનાના દરરોજના કેસો 11 હજારને પાર પહોંચી ગયા છે. જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોની સતત સમીક્ષા કરી રહી છે અને આગામી સમયમાં કોરોનાના કેસોમાં વધારો થાય તો તેને લગતી જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. જેથી દિવસેને દિવસે કોરોનાના નિયંત્રણોને પણ કડક કરવામાં આવી રહ્યા છે. 7 જાન્યુઆરીના રોજ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરવા આવી હતી. જેની આગામી 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થવા જઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો બહાર પડે તેવી પુરેપુરી શક્યતા છે. નવી ગાઇડલાઇનમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી કોરોનાના વધી રહેલા કેસને લઈને પ્રબળ શક્યતા છે.
હાલમાં 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગુ છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય તેવા શહેરોનો પણ આ દસ શહેરોની સાથે ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં માત્ર 2000 કેસ આવવા લાગતા જ 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. જ્યારે ત્રીજી લહેરમાં હવે 11 હજાર જેટલા કેસ સામે આવી રહ્યાં હોવાને કારણે નાઇટ કર્ફ્યૂ સવારના 9થી 6 વાગ્યાનો થવાની પ્રબળ શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.