ગુજરાત(Gujarat): ધીમે ધીમે કોરોના(Corona) વકરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 નવા કોરોનાના કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો છે, જ્યારે 65 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી રાજ્યમાં પોરબંદરમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1902 પહોચી ગઈ છે. તો કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. જ્યારે 1902 જેટલા દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,18,487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યભરમાં અત્યાર સુધી 101106 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં 265 કેસ, સુરત શહેરમાં 72 કેસ, વડોદરા શહેરમાં 34 કેસ, આણંદ 23 કેસ, ખેડા 21 કેસ, રાજકોટ શહેર 20 કેસ, અમદાવાદ 13 કેસ, કચ્છ 13 કેસ, વલસાડ 9 કેસ, સુરત 8 કેસ, મોરબી 7 કેસ, નવસારી 7 કેસ, રાજકોટ 7 કેસ, ભરુચ 6 કેસ, ગાંધીનગર 6 કેસ, ભાવનગર શહેર 5 કેસ, વડોદરા 5 કેસ, જામનગર શહેર 3 કેસ, મહીસાગર 3 કેસ, મહેસાણા 3 કેસ, સાબરકાંઠા 3 કેસ, સુરેન્દ્રનગર 3 કેસ, અરવલ્લી 2 કેસ, બનાસકાંઠા 2 કેસ, ગાંધીનગર શહેર 2 કેસ, જામનગર 2 કેસ, અમરેલી 1 કેસ, ભાવનગર 1 કેસ, નર્મદા 1 કેસ અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોન કેસની વિગત:
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે, જે પૈકી 41 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. જેમાં 33 કેસ અમદાવાદ શહેર, 21 કેસ વડોદરા શહેર, 9 કેસ સુરત શહેર, 8 કેસ આણંદ, 6 કેસ ખેડા, 5 કેસ ગાંધીનગર શહેર, 5 કેસ રાજકોટ, 4 કેસ મહેસાણા, 3 કેસ જામનગર શહેર, 1 કેસ ભરુચ, 1 કેસ વડોદરા અને 1 કેસ પોરબંદરમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.