ગુજરાત(Gujarat): રાજ્યમાં ઘાતક કોરોના વાયરસે(Corona virus in Gujarat) ફરી વખત ફૂંફાડો માર્યો છે. વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 119 નવા કેસ સામે આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગયા વર્ષની 12 ઓક્ટોબર એટલે કે 155 દિવસ પછી કોરોનાના નવા કેસનો આંકડો 100 ને પાર થઈ ગયો છે. રાજ્યમાં હાલ કોરોનાના 435 એક્ટિવ કેસ છે અને જ્યારે એક પણ દર્દી વેન્ટિલેટર ઉપર નથી.
મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 63, સુરત રાજકોટમાંથી 13, મહેસાણામાંથી 9, વડોદરા અમરેલીમાંથી 4, ભાવનગર આણંદ માંથી 3, ગાંધીનગર સાબરકાંઠા ભરૂચમાંથી 2, નવસારી પોરબંદર માંથી 1-1 કોરોના કેસ સામે આવ્યા છે.
જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના 16 દિવસમાં જ ગુજરાતમાં કોરોના કુલ 490 કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 897 લોકોએ વેક્સિન લીધી હતી. કુલ વેક્સિનેશન ડોઝ 12.80 કરોડ છે.
ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદમાંથી સૌથી વધુ 230, સુરતમાંથી 42 , રાજકોટમાંથી 40, મહેસાણામાંથી 31 દર્દીઓ, વડોદરામાંથી 23 દર્દીઓ, ભાવનગરમાંથી 14 દર્દીઓ, સાબરકાંઠા માંથી 11 દર્દીઓ, અમરેલી માંથી આઠ દર્દીઓ, પોરબંદર માંથી સાત દર્દીઓ, ગાંધીનગરમાંથી છ દર્દીઓ, આણંદ કચ્છમાંથી પાંચ દર્દીઓ, ભરૂચમાંથી ત્રણ દર્દીઓ, વલસાડ ગીર સોમનાથ જુનાગઢ માંથી બે દર્દીઓ, સુરેન્દ્રનગર નવસારી મોરબી બોટાદમાંથી એક દર્દી હાલ કોરોના ની સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.