કોરોના સામે લડત: વિદ્યાર્થીઓએ બનાવી એપ જેનાથી 100 મીટરના અંદર કોઈ કોરોનાથી સંક્રમિત હશે તો કરશે એલર્ટ

કોરોના મહામારી થી બચાવવા માટે જેસી બોસ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવું ઇનોવેટિવ સમાધાન શોધી કાઢ્યું છે. વિશ્વ વિદ્યાલયના ટીમના એમબીએના બે વિદ્યાર્થી લલિત ફોજદાર અને નીતિન શર્માએ jio ફેન્સીંગ ટેકનિકનો ઉપયોગ કરતા એક મોબાઈલ એપ તૈયાર કરી છે.કોઈ સંક્રમિત વ્યક્તિ પાંચ થી ૧૦૦ મીટરના વિસ્તારમાં આવે છે તો એપના માધ્યમથી તેનું એલર્ટ મળી જશે.તેની સાથે સાથે જ ચેતવણી આપશે કે તમે તે સ્થળો પર ન જાવ ત્યાં સંભવિત વ્યક્તિ છેલ્લા ૨૪ કલાકમાં આવ્યું હોય.

વિશ્વ વિદ્યાલયના ફેકલ્ટી અજય શર્માએ જણાવ્યું કે આ એપ્લિકેશનને કવચ નું નામ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત સરકારના સ્વાસ્થ્ય એવમ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 16 માર્ચે કોરોનાવાયરસ સમાધાન ચુનોતી લોન્ચ કરી હતી.આ ચુનોતી દ્વારા ૩૧ માર્ચ સુધી કોરોનાવાયરસ ને રોકવા માટે ઇનોવેટિવ સમાધાનને આમંત્રિત કર્યા હતા.વિશ્વવિદ્યાલયની ટીમે આ ચુનોતી ને સ્વીકાર કરતાં દસ દિવસની સખત મહેનત બાદ આ મોબાઈલ એપ તૈયાર કરી છે.

અજય શર્માએ જણાવ્યું કે હાલ આપને તૈયાર કરી તેનો prototype ભારત સરકારના સ્વાસ્થ્ય એવા પરિવાર કલ્યાણ મંત્રાલય અને મોકલી દેવામાં આવ્યું છે. આપને પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવા માટે google ઇન્ડિયાને પણ મોકલી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ જો આ એપ અમલમાં આવે છે તો આ દેશની સાથે સાથે દુનિયાભરમાં હોના સંક્રમણને રોકવા માટે એક સફળ ઉપાય સાબિત થઈ શકે છે.

કુલપતિ પ્રોફેસર દિનેશકુમાર તેમના પ્રયત્નોના વખાણ કર્યા છે. કુલપતિએ કહ્યું કે કોરોના મહામારી દુનિયાભરમાં માનવજાતિ માટે સંકટ બની રહી છે. તેની સામે લડવા માટે તેની રોક જ સારો વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *