ગુજરાત(Gujarat): ગઈ કાલે જ ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક પછી નવા નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રે 10 સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ(Night curfew) લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ 150 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે લગ્ન પ્રસંગમાં 150ની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન(Corona’s guideline) મામલે DGP આશિષ ભાટિયા(Ashish Bhatia)એ પ્રેસ કોન્ફરન્સ કરી કોરોના કેસ વધતાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરવા આદેશ આપી દીધા છે.
જો આમ થયું તો દાખલ થશે કેસ:
ગુજરાત DGP આશિષ ભાટિયાએ જણાવતા કહ્યું હતું કે, લગ્નમાં મહતમ 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવવુ પણ ફરજિયાત છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ,ધાંગધ્રામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે તેનું લોકો દ્વારા ધ્યાન રાખવામાં આવે. વધુમાં હોટલ અને રેસ્ટોરન્ટ માલિકને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ગાઈડલાઇન મુજબ 75%થી વધુની વસ્તી હોટલમાં જોવા મળશે તો પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. આ સાથે જ અન્ય નિયત સ્થળે મંજૂરી કરતા વધુ લોકો હશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોર કમિટીની બેઠકમાં કોરોનાને લઈને જાહેર કરાઈ ગાઈડલાઈન્સ:
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કરફયુની હાલની જે સમય અવધિ તારીખ રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે.
રાત્રિ કર્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે:
બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહી.
આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રસ્ક્રીપ્શ્ન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
રાત્રિ કર્ફ્યુંના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે:
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ઈન્ટરસ્ટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઈ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર કીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ શરુ રાખી શકાશે.
પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતર શહેરોમાં વ્યાપાર / સેવાના પરિવન, સંગ્રહ અને વિતરણને લગતી અન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેલો અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે, જે દરમિયાન જ કોરોના સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.