કોરોના: મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સૌથી વધારે કેસ, 103 મૃત્યુ

કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબર પર પહોંચી ગયું છે.ગુજરાતમાં અત્યાર સુધી 2407 મામલાઓ સામે આવ્યા છે અને એકસો ત્રણ લોકોના મૃત્યુ થઈ…

કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબર પર પહોંચી ગયું છે.ગુજરાતમાં અત્યાર સુધી 2407 મામલાઓ સામે આવ્યા છે અને એકસો ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના 5452 મામલાઓ સામે આવ્યા છે અને અત્યાર સુધી 269 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ લિસ્ટમાં દિલ્હી ત્રીજા સ્થાન પર છે જ્યાં 2248 દર્દીઓ છે અને 48 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

ગુજરાતમાં જિલ્લાવાર આંકડા જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ છે. અહીંયા કુલ દર્દીઓની સંખ્યા 1501 છે જ્યારે સુરતમાં 415, વડોદરામાં ૨૦૮, રાજકોટમાં 41, ભાવનગરમાં ૩૨, આણંદમાં 30, ભરૂચમાં 24, ગાંધીનગરમાં 17, બનાસકાંઠામાં 16, પાટણમાં 15, મહીસાગરમાં 12, છોટાઉદેપુરના 11, બોટાદમાં 9, મહેસાણામાં સાત, કચ્છમાં 6, દાહોદમાં ૪,તેમજ પોરબંદર, ખેડા, સોમનાથ, સાબરકાંઠા, વલસાડમાં ત્રણ ત્રણ દર્દીઓ મળી આવ્યા છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી 2407 કોરોના દર્દીઓ છે, જેમાં બુધવારે 229 નવા દર્દીઓનો ઉમેરો થયો છે, તેની સાથે જ મૃતકોનો આંકડો 103 પર પહોંચી ગયો છે. બુધવારે અહીંયા 13 લોકોનું મૃત્યુ થઈ ગયું હતું. અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે જેના બાદ સુરત વડોદરા અને મહીસાગરના નામ છે.

પ્રદેશની સ્વાસ્થ્ય સચિવ જયંતિ રવિ અનુસાર બુધવારે અલગ અલગ હોસ્પિટલમાં થી ૪૦ દર્દીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં 34, ભાવનગરમાં 3, સુરતમાં બે અને છોટાઉદેપુરમાં એક દર્દીઓ સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 179 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *