કોરોનાનાં કેસમાં જબરદસ્ત જોવા મળ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આની સાથે જ પાલિકા કમિશનર દ્વારા સુરત સાયન્સ સેન્ટરમાં અનેકવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓની સાથે અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કમિશનર દ્વારા બધાં લોકોને વેક્સિનેશન ખુબ ઝડપથી થાય એની માટે સહયોગ આપવા માટેની અપીલ કરવામાં આવી હતી.
18 વર્ષથી ઉપરના લોકોને ટૂંક સમયમાં રસી અપાશે :
સુરતમાં સંક્રમણ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. કોરોના સુપર સ્પ્રેડરને અલગથી તારવવામાં આવ્યા છે. શહેરના કામદારોને પણ સમયસર ખુબ ઝડપથી વેક્સિન આપવાં માટે કોર્પોરેશન ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં 45 કરતા વધુ વયના કોમોર્બીડ તથા અન્ય લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
કોર્પોરેશન દ્વારા હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ ખુબ ઝડપથી વેક્સિન મળે તેની માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં સતત વધતા જતાં કોરોના સંક્રમણની વચ્ચે સત્તાધીશો તથા વહીવટી તંત્રના નિવેદનોને લઈ લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.
આની સાથે જ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યો ન હોય તેને દંડ ફટકારવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા ખુબ મોટાપાયે માસ્કનું વિતરણ કરવામાં આવશે પણ જાહેર સ્થળો ઉપર માસ્ક વિના દેખાતાં વ્યક્તિને ફરજીયાતપણે દંડ ફટકારવામાં આવશે.
કોરોના કાળ દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત :
કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકાર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટેની ટકોર કરવામાં આવી છે ત્યારે સુરતમાં સતત વધતા કોરોનાના કેસને અટકાવવા માટે માસ્કની આવશ્યકતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં કોરોના સંક્રમણ તેજ ગતિએ સતત આગળ વધી રહ્યું છે. કોરોનાને અટકાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સુપર સ્પ્રેડરને શોધવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે. ટેસ્ટિંગ પર ભાર મૂકાતા આરોગ્ય વિભાગ દ્વારા રેડ ઝોનમાં જઈને મેડિકલ સ્ટોર, શાકભાજી વિક્રેતા તથા કરિયાણાની દુકાનના સંચાલકો જેવા સુપર સ્પ્રેડરને શોધવા માટેની જહેમત હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલ આંકડા પ્રમાણે, કોરોના પોઝિટિવના કેસ 60,000 ને પાર કરીને 60,222 થઈ ચુક્યો છે. આની સાથે જ મૃત્યુઆંક પણ 1,153 ને પાર કરી ચુક્યો છે. આની સાથે જ ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 56,194 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2875 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં 2,190 જેટલા નવા કેસ નોંધાયા છે. આજે કુલ 1,422 દર્દીઓ સાજા થયા છે. જયારે અમદાવાદમાં 1, સુરતમાં 4, રાજકોટમાં 1 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 604, સુરતમાં 609, વડોદરામાં 165, રાજકોટમાં 139, ભાવનગરમાં 32, જામનગરમાં 23, સુરેન્દ્રનગરમાં 17 કેસ નોંધાયા છે.
આજના દિવસે એટલે કે, 26 માર્ચના રોજ સુરત શહેરમાં ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં થઈને 745 કેસ નોંધાતા આજ સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રેકોર્ડબ્રેક કેસ નોંધાતા સમગ્ર શહેરીજનોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10,134 ને પાર કરી ચુક્યો છે. એક્ટિવ કેસમાં હાલ 10,132 એક્ટિવ કેસ છે જયારે એમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે અને 10051 દર્દીની હાલત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.