સુરત(Surat): ગુજરાત રાજ્યમાં કોરોના(Corona)ના કેસોમાં ફરી એક વખત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ જનતાએ સાવચેત રહેવું ખુબ જરૂરી છે. જો આ પ્રકારની સ્થિતિ હજુ વણસતી ગઈ તો આગામી સમયમાં સરકાર દ્વારા કડક નિયમો(Corona guidelines) લાગુ થઇ શકે છે. ત્યારે સુરત શહેરમાં એક જ એપાર્ટમેન્ટમાંથી કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર(Health system) દોડતું થયું છે.
સુરતના અઠવા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં 9 પોઝીટીવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આજે સુરત શહેરના મેઘ મયુર એપોર્ટમેન્ટમાં એક સાથે 9 કોરોના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તેમજ મહાનગર પાલિકા દ્વારા તમામ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. સાથે લોકોની અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. તેમજ સમગ્ર એપાર્ટમેન્ટને કોરન્ટાઈન કરી બે હોમગાર્ડ પર મુકી દેવામાં આવ્યા છે જેથી અંદરના લોકો બહાર ન નીકળી શકે અને બહારના લોકો અંદર ન જઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સ્થિતિ કાબુમાં આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં એક સાથે સામે આવેલા 9 કેસે સુરતની ફરી ચિંતા વધારી છે. સુરત તંત્ર દ્વારા કોરોનાને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. તેમજ જાહેર સ્થળોએ લોકો ધ્યાન રાખે તથા ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળે તેવો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે, સાથે સાથે તંત્ર દ્વારા માસ્ક અને સામાજિક અંતર જાળવવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં સતત 20મા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. 20 સપ્ટેમ્બરના રોજ પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 7 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા હતા. જ્યારે 3 શહેર અને 26 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. તેમજ રાજ્યનો સાજા થવાનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.