તાઉતે બાદ મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો, આગામી 12 કલાક ભૂકા કાઢીને વરસશે વરસાદ- ગુજરાતમાં કેવી છે અસર?

ભારતનાં ફરી એક વખત વાવાઝોડા(Storm)નો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી થોડાક જ કલાકોમાં ચક્રવાત ગુલાબ વાવાઝોડા(Gulab Storm)માં ફેરવાઇ શકે છે જે માટે હાઈ અલર્ટ જાહેર(High alert declared) આપી દેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા(Odisha) અને આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના કેટલાક વિસ્તારોમાં ચક્રવાતની ચેતવણી જારી કરી છે. આઇએમસી અનુસાર, બંગાળની ખાડી(Bay of Bengal) પર લો પ્રેશર(Low pressure) બની રહ્યું છે, જેના કારણે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય IMD એ પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ચક્રવાત અને વરસાદની આગાહી(Rainfall forecast) પણ કરી છે.

આઇએમડીના અનુમાન મુજબ, આ ચક્રવાત આગામી 12 કલાકમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશાને પાર કરે તેવી શક્યતા છે. આ ચક્રવાત ‘ગુલાબ’ વાવાઝોડાં તરીકે ઓળખાશે. ચક્રવાતના ખતરાને જોતા IMD એ ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આગામી 12 કલાકમાં આવી શકે છે વાવાઝોડાં:
આઈએમડીએ ટ્વીટ કરીને તેની ચેતવણીમાં જણાવ્યું હતું કે, ઉત્તર અને નજીકના મધ્ય બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન ડી-ડિપ્રેશનમાં તીવ્ર બની રહ્યું છે, તે 12 કલાકમાં વાવાઝોડામાં તીવ્ર બનવાની સંભાવના છે. IMD એ કહ્યું કે, તે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ટકરાઈ શકે છે.

આઇએમડીની ચેતવણીને જોતા કોલકાતા પોલીસે ‘યુનિફાઇડ કમાન્ડ સેન્ટર’ નામનો કંટ્રોલ રૂમ ખોલ્યો છે. આ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન અને વિભાગોને હાઇ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. IMD એ કહ્યું છે કે, કારણ કે કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય NDRF ની 15 ટીમો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 અને કોલકાતામાં પૂર, રાહત અને બચાવ કામગીરી માટે 4 ટીમો તૈનાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ ચક્રવાતી તોફાનનું નામ પહેલાથી જ નક્કી હતું. આ નામ પાકિસ્તાને આપ્યું છે. ખરેખર, અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનને નામ આપવાની પ્રક્રિયા અલગ છે. જ્યારે ચક્રવાતી તોફાનમાં પવનની ગતિ 40 માઇલ પ્રતિ કલાકથી વધુ હોય છે, ત્યારે તે ચક્રવાતી તોફાનને નામ આપવામાં આવે છે. આ પહેલા યાસ અને તકતે જેવા ચક્રવાતી તોફાન આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *