કોરોના પોઝીટીવ નર્સનો વિડીયો વાઈરલ: ખોલી નાખી સરકારની બેદરકારીની પોલ

સાયબર સીટી ગુરુગ્રમના સરકારી હોસ્પીટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ પર રહેલી કોરોના સંક્રમિત મહિલાએ સોશીયાલ મીડીયા પર એક વિડીયો અપલોડ કર્યો છે.જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.નર્સે આ વીડિયોમાં ગુરુગ્રામ ના જિલ્લા સ્વાસ્થ્ય વિભાગની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. જણાવાઈ રહ્યું છે કે નથ દર્દીઓનો ઈલાજ કરતાં પોતે સંક્રમિત થઈ ગઈ હતી.

જાણકારી અનુસાર આ સમયે નર્સ ગુરુગ્રામ ના ઇએસઆઇસી હોસ્પિટલમાં એડમિટ છે.એમણે વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે મારી રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મને એમ્બ્યુલન્સ પણ ન આપવામાં આવી અને જે રીતે સુવિધા મળવી જોઇતી હતી તે પણ નથી આપવામાં આવી રહી. વીડિયોમાં સ્ટાફ નર્સે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે-સાથે પ્રદેશ તેમજ તેમજ સ્વાસ્થ્ય મંત્રી અનિલ ને પોતાના મામલાની સંભાળ લેવાની અપીલ કરી છે.

તેમજ આ આરોપો પર ગુરુગ્રામ ના ડીપીઓ અને એમ્બ્યુલન્સ સેવા ને સંભાળી રહેલા નોડલ અધિકારી એમપી સિંહ નું કહેવું છે કે સ્ટાફ નર્સ અને પહેલા જણાવવામાં આવ્યું હતું કે એમ્બ્યુલન્સ કોઈ અન્ય દર્દીને લેવા માટે ગઈ છે અને આવ્યા બાદ એમ્બ્યુલન્સને ડીસઈનફેક્ટ કરવામાં આવે છે.પરંતુ સ્ટાફ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે તણાવમાં હતી અને પોતાની જાતે જ વાહનથી હોસ્પિટલ પહોંચી ગઈ.

બીજી બાજુ આ મામલામાં સ્પેશ્યલ સિવિલ હોસ્પિટલના નોડલ અધિકારી ડોક્ટર અનિલ ગુપ્તા નું કહેવું છે કે સ્ટાફ નર્સે ઈમોશનલ થઈને આ વીડિયો વાયરલ કર્યો છે જેનું તેમને દુઃખ પણ છે.સાથે જ હોસ્પિટલ પ્રબંધનના સૂત્રોનું માનીએ તો સાથની આ વાતની તકલીફ પણ હતી કે તેનો ઇલાજ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ નથી કરવામાં આવતો.

આ મામલે ગુરુગ્રામ ના મેડિકલ અધિકારીએ કહ્યું છે કે તે કોરોના સંક્રમિત ને આપનારી તમામ ડાયટ સાથે-સાથે સુવિધાઓ પર પોતે જાતે જ નજર રાખી રહ્યા છે. હવે સ્ટાફના આ વિડીયો કઈ પરિસ્થિતિમાં વાયરલ કર્યો હતો તેને જરૂર ચેક કરવામાં આવશે.જણાવી દઈએ કે આવી ફરીયાદો પ્રાઈવેટ હોસ્પિટલમાં કામ કરતી નર્સોની સાથે-સાથે પેરામેડિકલ સ્ટાફના પરિજનોને પણ કરી હતી.તેમનું કહેવું હતું કે બાકી ડોક્ટરોની જેમ તેમનો ઇલાજ પણ જિલ્લાના પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ નથી કરવામાં આવી રહ્યો. તેમને એવી સુવિધા નથી આપવામાં આવી રહી છે જેની તે હકદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *