ક્યારેક સરકાર એવા મનઘડંત નિર્ણયો લેતી હોય છે કે જેનો કોઈ ટાંગામેળ હોતો નથી. ત્યારે ઘણીવાર ગમ્મત થતી હોય છે, તેવામાં હસવું કે રડવું, એવી હાલતમાં આપડે મુકાઇ જતા હોય છે. સરકારી આદેશ શેરી શિક્ષણ બાબતે કંઈક આવી જ હાલતમાં મુકાયા છીએ. સરકારનું માનવું છે કે, શેરી શિક્ષણમાં બાળકો ભેગા થાય તો તેમાં કોરોના આવતો નથી પરંતુ જો સ્કૂલોના દરવાજા ખુલે તો કોરોના તાત્કાલિક અંદર આવી જતો હશે. ધોરણ 1થી 5 માટે શાળાઓ નહી, પરંતુ શેરી શિક્ષણ ચાલુ કરવાનો સરકારનો નિર્ણય હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ધોરણ 1થી 5ના છાત્રોનું શૈક્ષણિક કાર્ય ખરાબ ન થાય તે માટે સરકારે શેરીશિક્ષણ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જે તે શાળાની આસપાસના મંદિરમાં કે પછી કોઈના શેડની નીચે બાળકોને એકત્ર કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ મામલે અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ હાસ્યાસ્પદ બનવા બની રહ્યો છે. તેનું કારણ છે કે, આવી રીતે બાળકો એકત્ર થાય ત્યાં કોરોના આવતો નથી, પરંતુ શાળાના દરવાજા ખુલ્લે તો ત્યાં કોરોના આવી જવાની સરકારને બીક લાગી રહી છે.
આ મામલે ગામડાઓમાં ભારે ગમ્મત થઈ રહી છે. વાલીઓએ જણાવ્યું છે કે, બધાને લોકો શેડ અથવા મંદિરમાં ભેગા કરવામાં આવે ત્યાં કાંઇ વાંધો નથી તો પછી શાળા ખોલવામાં શું વાંધો છે, ઊલટાનું શાળામાં તો લાઈટ અને પંખા સહિતની સુવિધાઓ સાથે સ્વચ્છતા પણ હોય છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે શેરીશિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે તે એક સારી બાબત છે તો પછી શાળાઓ જ ખોલી દેવી વધુ હિતાવહ હોવાનું વાલીઓનું માનવું છે.
દરેક ગામમાં અને શાળાઓમાં એકસરખી પરિસ્થિતિ હોતી નથી, આથી કોઈપણ શાળા માટે એક જ નિયમ લાગુ કરવામાં આવી શકે નહીં.. તો કરવું શું ? આ મામલે જે તે શાળામાં આચાર્ય અથવા સ્કૂલ કમિટીએ યોગ્ય નિર્ણય લેવો જોઈએ એવી માંગ વાલીઓમાં ઉઠી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.