છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે લોકો ઘરની બહાર જઈ શક્યા ન હતા. દિવાળી ઉપર છૂટછાટ આપતાની સાથે જ ધાર્મિક સ્થળો, ફરવા લાયક સ્થળો તેમજ અન્ય સ્થળો પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેના કારણે ફરી એક વખત કોરોના ના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે.
વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા પાલિકા એક્શનમાં આવ્યું છે. શહેરમાં સતત બીજા દિવસે જાહેર સ્થલો પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 48 કલાકમાં વિવિધ સ્થળે 13030 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળો, ST બસસ્ટેન્ડ, ગાર્ડન, મોલમાં લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રેપિડ અને RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરાયો છે.
તારીખ કેસ
05 નવેમ્બર 7
06 નવેમ્બર 5
07 નવેમ્બર 6
08 નવેમ્બર 3
09 નવેમ્બર 2
10 નવેમ્બર 4
11 નવેમ્બર 6
12 નવેમ્બર 6
13 નવેમ્બર 6
14 નવેમ્બર 6
અત્રે ઉલેખનીય છે કે, ગઈકાળના રોજ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ આનંદ મહલ રોડના પવિત્ર રો-હાઉસમાં રહેતા 67 વર્ષના વૃધ્ધ, 35 વર્ષનો પુત્ર, 31 વર્ષની વહુ અને 3 વર્ષના બે ટ્વીન્સ પૌત્ર એકસાથે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. થોડા દિવસો અગાઉ આ પરિવાર પૂના દીકરીને ત્યાં ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ પહેલા વૃધ્ધ અને પછી અન્ય સભ્યોનો કોરોનાટેસ્ટ કરવામાં આવ્યો હતો જે હાલમાં પોઝિટીવ મળી આવ્યો હતો.
જોકે, બાકીના ચારેય સભ્યને કોઇ જ લક્ષણ નથી. વૃધ્ધ, તેમના પુત્ર અને વહુ ત્રણેય ફુલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 2 કેસ પાલ સિમંઘર કોમ્પલેક્ષના છે. જેમાં 67 વર્ષના પિતા અને 37 વર્ષનો પુત્ર સંક્રમિત થયા છે. શહેરના 7 અને જિલ્લામાં 1 કેસ સાથે કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે.
સુરતમાં બહારથી આવતા લોકોએ તંત્રની ચિંતા વધારી છે. બહારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. એન્ટ્રી ચેકપોસ્ટ પર ચેકિંગમાં રિપોર્ટ નેગેટિવ આવે છે. પરંતુ બે-ત્રણ દિવસ બાદ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. બહારથી આવેલા લોકોના 3 થી 4 કેસ મળતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. બહારથી આવતા સરેરાશ 3500 મુસાફરોનું દરરોજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 8 જેટલા ચેકિંગ પોઇન્ટ પર ટેસ્ટિંગ થઇ રહ્યું છે…છેલ્લા 7 દિવસમાં 17 હજાર 500થી વધુ ટેસ્ટિંગ થયા છે. પરંતુ ચેકપોસ્ટ પર ટેસ્ટિંગમાં એકપણ કેસ પોઝિટિવ નહીં.
દિવાળી બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં 3 કોરોના દર્દીઓ દાખલ થયા છે. હજુ આગામી એક અઠવાડિયું તહેવાર ની ભીડ ની અસર જોવા મળશે તેવું તબીબો જણાવી રહ્યા છે. એક સમયે દર્દીઓ ની સંખ્યા ઝીરો થઈ હતી પરંતુ હવે દિવાળી બાદ ફરી દર્દીઓ સામે આવી રહ્યા છે. સીવીલ હોસ્પિટલ તૈયારીઓ થી સજ્જ પરંતુ લોકો એ બેદરકારી ન રાખવી જોઈએ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જ કોરોના નો ઉપાય છે. ગત દિવાળી કરતા દર્દીઓ પ્રમાણ માં ઓછા છે , વેકસીનેસન અસર કરી છે પરંતુ દિવાળી ની ભીડ ને કારણે ફરી કોરોના માથું ઊંચકી રહ્યું છે જેથી લોકો એ કોરોના ગયો નથી તેમ સમજવું નહીં અને નિયમ નું પાલન કરવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.