કોરોના લોકડાઉન: રાજસ્થાન થી બિહાર જવા માટે પગપાળા નીકળી ગયા આ મજૂરો

ભારતમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને રોકવા માટે આખા દેશમાં આગલા 21 દિવસો માટે lockdown કરી દેવામાં આવ્યો છે. લોકોને 21 દિવસો માટે પોતાના ઘરોમાં જ…

ભારતમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને રોકવા માટે આખા દેશમાં આગલા 21 દિવસો માટે lockdown કરી દેવામાં આવ્યો છે. લોકોને 21 દિવસો માટે પોતાના ઘરોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય બાદ આખા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. બસ લઈને ટ્રેન સુધી અને વિમાન થી લઈને ઓટો રીક્ષા, ટેક્સી સુધી પણ રોક લગાવી દેવામાં આવી છે.એવામાં રાજસ્થાનમાં એક કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતાં ૧૪ મજૂરોએ પોતાના ઘરે બિહાર જવા માટે જે કર્યું તે જાણી તમે હેરાન રહી જશો.

તસ્વીરો સાંકેતિક છે.

14 મજૂરો કોલ્ડ સ્ટોર બંધ થયા બાદ રાજસ્થાનથી બિહાર આવવા માટે પગપાળા જ નીકળી ગયા અને ત્રણ દિવસો સુધી સતત ચાલ્યા બાદ તેઓ ફક્ત આગરા પહોંચી શક્યા છે. આ દરમિયાન રોડ પર ભૂખ અને તરસને કારણે તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ.

ત્રણ દિવસની યાત્રા બાદ પણ તેમને પોતાના ઘરે પહોંચવા માટે લગભગ એક હજાર કિલોમીટરનું અંતર કાપવું પડશે.આ મજૂરોએ જણાવ્યું કે કે તેઓ તમામ જયપુરના એક કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા હતા.હજુ તેમને કામ શરૂ કર્યાના ફક્ત ૨૫ દિવસે થયા હતા કે આખા જયપુરને lockdown કરી દેવામાં આવ્યું.

lockdown થયા બાદ કોલ્ડ સ્ટોરેજના માલિકે તેમને બે હજાર રૂપિયા આપ્યા અને ઘરે જવા માટે કહ્યું કેમ કે કોલ્ડ સ્ટોરેજ ને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ટ્રેન, બસ કે અન્ય કોઈ સવારી ન મળતા આ તમામ મજૂરોએ પગપાળા જ ઘરે પહોંચવાનું નક્કી કર્યું અને જયપુર થી નીકળી ગયા. ત્રણ દિવસમાં આગરા પહોંચ્યા તે દરમિયાન તેમને રસ્તામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આ મજૂરોએ જણાવ્યું કે જ્યારે તેઓ જયપુરથી પગપાળા નીકળ્યા તો તેમને કહ્યું આ કારણે ઘણી જગ્યાએ પોલીસે રોક્યા પરંતુ કોઇ પ્રકારના વાહનની સુવિધા ન હોવાથી તેમને જવા દેવામાં આવ્યા.

દેશભરમાં કોરોના દર્દીઓનો આંકડો વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી 582 કન્ફોર્મ કેસ મળ્યા છે. જેમાંથી ૧૧ લોકોના મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 46 લોકો સાજા થઇ ચૂક્યાં છે. એટલે કે અત્યાર સુધી 535 કેસ એક્ટિવ છે. કરણા થી સૌથી વધારે મહારાષ્ટ્ર અને કેરળ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 112 અને કેરળમાં 105 કેસ સામે આવ્યા છે.કોરોના ના વધતા કેસોને નજરમાં રાખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસ દિવસ સુધી lockdown એલાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *