ટ્રમ્પની દાદાગીરી સામે ભારત સરકારે આપ્યો મુંહતોડ જવાબ, કહી દીધું કે…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે કોરોનાના ઇલાજમાં ઉપયોગમાં થઇ રહેલ મલેરિયાની દવા hydroxychloroquine હાઈડ્રોકસીક્લોરીન ના નિકાસ પર લગાવેલી રોકને હટાવવાની માંગણી કરી હતી. અને…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે કોરોનાના ઇલાજમાં ઉપયોગમાં થઇ રહેલ મલેરિયાની દવા hydroxychloroquine હાઈડ્રોકસીક્લોરીન ના નિકાસ પર લગાવેલી રોકને હટાવવાની માંગણી કરી હતી. અને જો ભારત તમે આ દવા સપ્લાય નહીં કરે તો અમે તેની સાથે અમે બદલો લઈશું તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ દેશભરમાં ટ્રમ્પ વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. ભારતે પોતાની આપૂર્તિ જરૂરીયાત માટે અમુક દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી રહ્યું હતું.

ત્યારે આ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ પછી સર્જાયેલા વિવાદ પર કહ્યું કે કોઈ પણ સરકારનું કર્તવ્ય છે કે તેઓ પહેલા સુનિશ્ચિત કરે કે તેના પોતાના દેશના લોકો પાસે દવા કે ઈલાજના જરુરી સંસાધનો ઉપલબ્ધ રહે. તેને ધ્યાનમાં રાખીને કેટલાક તકેદારીના પગલા ભરવામાં આવ્યા હતા અને કેટલીક દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

આપણા દેશમાં જરુરી દવાઓનો જથ્થો પ્રયાપ્ત માત્રામાં છેત્યારબાદ અમુક દવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો. સોમવારે 14 દવાઓ પર લાગેલા પ્રતિબંધને દૂર કરવામાં આવ્યો. પરંતુ પેરાસિટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની વાત છે ત્યાં સુધી તે લાયસન્સ કેટેગરીમાં રહેશે અને તેની માંગ પર સતત નજર રાખવામાં આવશે. પણ જો માંગ અનુરુપ આપૂર્તિ રહી તો પછી થોડી હદ સુધી નિર્યાતની મંજૂરી આપવામાં આવશે. ભારતે કહ્યું કે તે આ દવાઓ જરૂરીયાતમંદ દેશોમાં પણ મોકલશે. જે આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

આમ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને સંભળાવી દીધું છે કે, પહેલા ભારત માટે દવાઓનો જથ્થો સચવાશે અને વધારો રહેશે તો અન્ય દેશને નિકાસ કરવાની વાત પર વિચારશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ભારતની ધમકીના સૂરમાં આપેલા નિવેદનને ભારતભરમાં વખોડવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ભારત અને અમેરિકા વચ્ચે દવા અને તબીબી ઉપકરણોને લઈને આ કોઈ નવો વિવાદ નથી.  દવા બાબતે ભારતની સખ્તાઇને કારણે બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલા વેપાર સોદા અટકેલા છે. ભારતે સતત કહ્યું છે કે તે પહેલા તેના લોકોની જરૂરિયાતો જોશે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કોરોનાવાયરસ રોગચાળા સમયે ભારતે હંમેશા કહ્યું છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં આખા વિશ્વને સાથે મળીને લડવું પડશે. તેમાં માનવતા વિશે પણ વિચાર કરવો પડશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ નવો વિવાદ ઉભો કરવો ન જોઇએ.

જે ટ્રમ્પને પ્રધાનમંત્રી મોદીએ માથે બેસાડીને ભારતભ્રમણ કરાવ્યું તેણે જ હવે ભારતને આપી દીધી આવી ધમકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

કોરોના ને ભગાડવા માટે ફક્ત એક હથિયાર, જાતે જ ખતમ થઇ જશે કેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *