જયારે કોરોના વાયરસ ભારતમાં નહોતો ત્યારે દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા કેટલાય મહિનાઓથી નાગરિકતા સંશોધન કાયદાને લઈ કરી રહેલા વિરોધ પ્રદર્શન પર પોલીસે કડક હાથે કાર્યવાહી કરી હતી. જ્યાં શેરીઓમાંથી બેઠેલા પ્રદર્શનકારીઓને હટાવ્યા છે તથા તંબુઓ પર પણ એક્શન લીધી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે વિરોધ પ્રદર્શનકારીઓના તંબુ હટાવી દીધા છે. આ દરમિયાન લોકોએ દેખાવો પણ કર્યા હતા.
Delhi: Delhi Police clears the protest site in Shaheen Bagh area, amid complete lockdown in the national capital, in wake of #COVID19 pic.twitter.com/4IYvGCqyFL
— ANI (@ANI) March 24, 2020
છેલ્લા ઘણા 2 થી 3 મહિનાઓથી કાર્યરત થયેલા નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં ધરણા હટાવવામાં આવ્યા છે. મંગળવારના રોજ શાહીન બાગમાં ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે વિરોધીઓના તંબુ દૂર કરવામાં આવ્યા છે. પોલીસે કલમ 144 લગાવીને એક કલાકમાં આ કાર્યવાહી કરી હતી.
તે દરમિયાન પોલીસે 6 મહિલાઓ અને 3 પુરુષોની પણ ધરપકડ પણ કરવામાં આવી હતી. વિરોધ કરનારાઓનો આક્ષેપ છે કે, આપણે પોતાને પીછેહઠ કરી હતી, પરંતુ પોલીસે કેમ ભારતના નકશા અને ઈન્ડિયા ગેટના હોર્ડિંગ્સ સાઈડમાં હટાવ્યા હતા. લોકોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા છે. જોકે, શાહીન બાગ વિસ્તારમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા શહેરો કોરોના વાયરસના કારણે લોકડાઉન હેઠળ છે. દિલ્હીને પણ તાળાબંધી કરવામાં આવી છે. અમે શાહીન બાગના લોકોને વિરોધથી પીછેહઠ કરવાની અપીલ કરી છે. કોરોના વાયરસનું જોખમ અહીં છે. અમે લોકોને શાંતિથી પીછેહઠ કરવા કહીએ છીએ, જેથી લોકોનું જીવન સુરક્ષિત રહે. કોઈએ પણ જોખમ લેવું નહી, કારણ કે તે એક ખૂબ જ ચેપી રોગ છે.
#WATCH Delhi Police clears the protest site in Shaheen Bagh area, amid complete lockdown in the national capital, in wake of #Coronavirus pic.twitter.com/N6MGLTLs5Z
— ANI (@ANI) March 24, 2020
કોરોના વાયરસને કારણે સમગ્ર દિલ્હીમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે અને સાથે-સાથે સાત જિલ્લાઓને તાળાબંધી કરવામાં આવી છે. આ પહેલા રવિવારે આખા દેશમાં જાહેર કરફ્યુ લાદવામાં આવ્યો હતો. શાહીન બાગના વિરોધીઓ દ્વારા પણ આને ટેકો મળ્યો હતો અને તે દિવસે પ્રતીકાત્મક હડતાલ પણ થઈ હતી, પરંતુ આ પછી વિરોધીઓએ નિર્ણય લીધો હતો કે, હવે કોરોનાના સંક્રમણને જોતા માત્ર 5 મહિલાઓ જ ધરણા પર બેસશે.