દુનિયાભરમાં બરબાદીનું બીજુ નામ બની ચૂકેલો કોરોનાવાયરસ ચીન ના વુહાન શહેરમાંથી ફેલાયો છે. આ વાઇરસ અત્યાર સુધી ૨૯ લાખ લોકોને પોતાની ઝપેટમાં લઇ ચુક્યો છે. તેમજ બે લાખથી વધારે લોકો તેને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે ત્યાંથી જ ચોંકાવનારી ખબર સામે આવી રહી છે.
ચીનના રાજ્ય પરિષદના અધ્યક્ષ એ રોકથામ અને નિયંત્રણ દ્વારા ૨૬ એપ્રિલના રોજ આયોજીત પ્રેસ કોન્ફરન્સ થી ખબર પડી હતી કે ત્યાંની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝીરો થઈ ગઈ છે. ચીનથી આવેલી આ ખબર બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે જે બહારથી દુનિયાભરમાં જ્યાંથી વાઇરસ ફેલાયો, જ્યાં લાશોના ઢગલા થઈ ગયા ત્યાં કઈ રીતે આટલી જલદી કાબૂ મેળવી શકાય.
આ વાયરસે સુપરપાવર અમેરિકા જેવા દેશોની પણ કમર તોડી ને રાખી દીધી છે.અમેરિકામાં અત્યાર સુધી 53000 થી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે.એવામાં ચીન કઈ રીતે આટલા ટૂંક સમયમાં કોરોના પર સંપૂર્ણ રીતે કન્ટ્રોલ મેળવી શક્યું તે ચર્ચાનો વિષય છે. ચીન પર સતત આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ચીન પર મૃતકોની સંખ્યા છુપાવવાનો પણ આરોપ લાગેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news