ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી ટેસ્ટિંગ ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. જો કે ૧૧મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકારોને ટેસ્ટિંગ વધારવા ટકોર કરી. અને ત્યાર બાદ ગુજરાત રાજ્યમાં વિક્રમ જનક કોરોના નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. 11 ઓગસ્ટે વડાપ્રધાન સાથે યોજાયેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં ટેસ્ટ વધારવાની ટકોર કરી હતી.
મોદીની જાહેરાત પછી સ્વાસ્થ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં દરરોજના ૫૦ હજારથી વધારે કોરોના ટેસ્ટ કરવા માટે કહ્યું હતું. જો કે વિપક્ષ અને અન્ય પક્ષના નેતાઓનું કહેવું હતું કે જો રાજ્ય પાસે પ્રતિદિન પચાસ હજાર કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા હતી તો ખૂબ પહેલેથી જ તેની શરૂઆત કરી દેવી જોઈતી હતી. વિપક્ષ નું કહેવું છે કે જો પહેલેથી જ કોરોના ટેસ્ટ વધારવામાં આવ્યા હોત તો અત્યારે જે વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે તે પરિસ્થિતિ ન બનેત.
સમાચાર એજન્સીઓએ પણ ઘણી વખત એવા વ્યક્તિઓની વાત કરી છે જેમને ટેસ્ટ કરાવવામાં તકલીફ પડી હોય છે. ઘણા લોકો નું ટેસ્ટિંગ ખૂબ મહેનત બાદ થયું હતું.રાજ્યમાં એક સમયે પ્રાઇવેટ ટેસ્ટિંગ તમામ જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યું હતું. ઘણા સમય બાદ પ્રાઇવેટ લેબ માં રેપિડ ટેસ્ટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જોકે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં સરકારનું વલણ ટેસ્ટિંગ બાબતે નમાલું જોવા મળ્યું હતું.
આ વાત ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલી પીટીશનમાં પણ સામે આવી હતી. એક રિપોર્ટ અનુસાર ગુજરાતની વસ્તી લગભગ 6 કરોડ 79 લાખની છે. જો આંકડાઓ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં દર દસ લાખ લોકોએ 15586 ટેસ્ટ થયા છે. રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર 3 ઓગસ્ટ સુધીમાં 10.58 લાખ લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું છે. મંગળવારે જ્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની વાત કરી હતી તે દિવસે રાજ્યમાં 41667 લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું હતું. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ અગાઉ સોમવારના રોજ કોરોના કેસની સંખ્યા 29600ની આસપાસ રહી હતી.
જ્યારે રવિવારે ૩૧ હજાર જેટલા ટેસ્ટ થયા હતા. જો ઓગસ્ટ ના શરૂઆતના અઠવાડિયાની વાત કરવામાં આવે તો તેમાં બે દિવસ એવા હતા જેમાં ૨૫ હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હોય. એટલે હાલ નીતિન પટેલે કરેલી ૫૦,૦૦૦ સુધીની સંખ્યાના અડધા બરાબર ગણી શકાય.
ગુજરાતમાં ટેસ્ટિંગની કરવાનો દર ૧૦ લાખની વસ્તીએ માત્ર 15586 છે. જે પાડોશી રાજ્ય રાજસ્થાન કે પછી મહારાષ્ટ્ર ની જેમ ખૂબ વધારે કેસ હતાં તે દિલ્હી કરતા ઓછી છે. મહારાષ્ટ્રમાં દર દસ લાખે ટેસ્ટિંગનું રેશિયો 23259 છે. જ્યારે દિલ્હીમાં દર દસ લાખે એક 61766 નો રેશિયો છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની વસ્તી 10 કરોડ 72 લાખની છે.
રાજસ્થાનમાં દર દસ લાખે તે 23802 કોરોના ટેસ્ટ થયા છે. આ રીતે ગુજરાત પહેલેથી જ અન્ય રાજ્યો કરતાં ટેસ્ટિંગમાં પાછળ છે. કોરોના વાયરસની શરૂઆતથી જ w.h.o. એ કોરોના ટેસ્ટિંગ પર ભાર મુકો તેવું કહેવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન પહેલેથી જ હાસ્યાસ્પદ સરખામણીઓ કરીને ગુજરાતને બેસ્ટ ગણાવી રહ્યા છે પરંતુ ક્યારેય અહી થતા ટેસ્ટ નથી જણાવ્યા કે જે અન્ય રાજ્યો કરતા ક્યાય પાછળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP