કોરોનાવાયરસ ને કારણે ભારતમાં અત્યાર સુધી 2328 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે 56 લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. જ્યારે પૂરી દુનિયામાં ૧૦ લાખથી વધુ લોકો કોરોનાવાયરસ થી પીડાઈ રહ્યા છે. ભારતમાં પણ મોટાપાયે ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અત્યાર સુધી લગભગ પચાસ હજાર લોકો ના સેમ્પલ લેવામાં આવ્યા છે. પરંતુ ઘણા લોકો સુવિધા ન હોવાને કારણે ટેસ્ટિંગ કરાવી શકતા નથી. આવા લોકો માટે બેંગ્લોરની એક કંપનીએ ભારતનું પહેલું COVID-9 home test kit રજૂ કર્યું છે. જેની મદદથી તમે તમારા ઘરે જ કોરોનાવાયરસ નો ટેસ્ટ કરી શકો છો.
આ કંપનીનું નામ બાયોન bione છે. જેણે રેપિડ COVID-9 હોમ સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ નામ આપ્યું છે. આ ઉપલબ્ધિ ને હાંસલ કરવાવાળી આ પ્રથમ ભારતીય કંપની છે. આ કિટ દ્વારા ગણતરીની મિનિટોમાં કોરોનાવાયરસ સંક્રમણ નું રીઝલ્ટ તમને જાણવા મળશે. બાયોન કંપનીની આ કીટને ચિકિત્સા નિયામક પાસેથી પણ મંજૂરી મળી ચૂકી છે. કોરોનાવાયરસ નો ટેસ્ટ કરતી આ કીટની કિંમત અંદાજે બેથી ત્રણ હજાર રૂપિયાની વચ્ચે છે. કંપનીનો દાવો છે કે, ઓર્ડર કર્યા બાદ આ કિટ બેથી ત્રણ દિવસમાં જ તમારા ઘરે ડિલિવર થઈ જશે. કંપની હાલમાં એક અઠવાડિયામાં ૨૦ હજાર ફીટ સપ્લાય કરી રહી છે. આ કિટ ખરીદવા માટે બાયોનની વેબસાઈટ bione.in પરથી સીધી ખરીદી કરી શકાશે.
આ કીટની લોકાર્પણ વિધિ વખતે વાત કરતી વખતે બાયોન bione કંપનીના સીઈઓ સુરેન્દ્ર ચિકારા એ કહ્યું કે, અમે લાંબા સમયથી કોરોનાવાયરસ પર અભ્યાસ કરી રહ્યા હતા. અમે તમામ સંસાધનોનો ઉપયોગ કરીને આ વાયરસના પ્રકોપ પર અંકુશ લગાવવા માટે પ્રભાવિત સાધનસામગ્રી વિકસિત કરી શકાય. તે માટે કામ કરી રહ્યા હતા. આ અભૂતપૂર્વ સમયમાં COVID-19 હોમ સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ એક સફળ પ્રોડક્ટ તરીકે રજૂ કરવામાં આવી છે. અમે આ ટેસ્ટના પરિણામો નો સમય ઓછો કરવા માટે ભારતને મદદ કરી રહ્યા છીએ. અમને ભરોસો છે કે કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકારને સફળતા મળે.
કોરોના વાયરસ એટલે કે COVID-19 સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ એક આઇજીજી અને આઈજીએમ (IgG & IgM) છે. જેના પરિણામો પાંચથી દસ મિનિટમાં મળી જાય છે. કીટ પ્રાપ્ત કર્યા બાદ વપરાશકર્તાએ આલ્કોહોલ થી પોતાની આંગળી સાફ કરવી પડશે અને આપવામાં આવેલી ચીપ પર આંગળી ને ખુચવાની રહેશે અને લોહી લગાવવાનું રહેશે. આ કાર્ટીજ લોહીના નમૂના થી પાંચ દસ મિનિટમાં કોરોનાવાયરસ હોવા કે ન હોવાનું પરિણામ બતાવી દે છે. આ કીટ ડાયાબીટીસ માપવા માટેના મશીન જેવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news