કોરોના રસીને લઈને PM મોદીની મહત્વની 10 મોટી જાહેરાતો, જાણો જલ્દી…

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના રસી અંગે એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે, ભારતને આવતા કેટલાક અઠવાડિયામાં રસી મળી શકે છે. દેશના વૈજ્ઞાનિકો સફળતાની નજીક છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં રસીના ભાવ તેમજ તેના વિતરણ અને રાજ્યો સાથે સંકલન અંગે વાત કરી. સર્વપક્ષીય બેઠકમાં રાજકીય પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જાણો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના રસી અંગે કરવામાં આવેલ વાતો…
1. ભારત કોરોનાની રસી બનાવવા ની ખૂબ નજીક છે ઉપરાંત દેશના વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સુક છે. દેશને આગામી કેટલાક અઠવાડિયામાં જ રસી મળી શકે છે.

2. દેશમાં કુલ આઠ રસીઓમાં ટ્રાયલ ચાલી રહી છે કારણ કે, ભારતમાં કુલ ત્રણ રસીઓ બનાવવામાં આવી રહી છે, જ્યારે વિશ્વની ઘણી રસી ભારતમાં ઉત્પન્ન થવાની છે.

૩. ભારતે એક વિશેષ સોફ્ટવેર, કો-વાઈન બનાવ્યું છે. જેમાં કોરોના રસીથી સંબંધિત સ્ટોક અને તમામ માહિતી ઉપલબ્ધ રહેશે.

4. એક રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના કરવામાં આવી છે. પીએમ મોદીના કહેવા મુજબ આ જૂથમાં કેન્દ્રના લોકો, રાજ્ય સરકારોના લોકો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ જૂથ દ્વારા કોરોના રસીના વિતરણ અંગે સામૂહિક નિર્ણય લેવાશે.

5. ઉપરાંત વૃદ્ધો, કોરોના વોરિયર્સ, વધુ માંદા લોકોને પ્રથમ કોરોના રસી આપવામાં આવશે. વિતરણ માટે નીતિ બનાવવામાં આવશે, જેમાં અંતર્ગત વિવિધ તબક્કાઓ હશે.

6. રસીની કિંમત શું હશે તે અંગે કેન્દ્ર અને રાજ્યો સંયુક્ત રીતે નિર્ણય કરશે. આ ઉપરાંત ભાવો અંગેનો નિર્ણય લોકોને  ધ્યાનમાં રાખીને કરવામાં આવશે અને રાજ્ય તેમાં ભાગ લેશે.

7. રસી વિતરણ માટે કેન્દ્ર અને રાજ્યની ટીમો મળીને કામ કરશે. ભારત પાસે રસી વિતરિત કરવાની ક્ષમતા શ્રેષ્ઠ છે.

8. તેમજ દેશના દરેક ખૂણામાં રસી પહોંચાડવા માટે કોલ્ડ ચેનને મજબૂત બનાવવી પડશે. કેન્દ્ર અને રાજ્ય મળીને તેના પર કામ કરી રહ્યા છે.

9. ભારત આજે તે દેશોમાં એક છે જ્યાં દરરોજ પરીક્ષણ સૌથી વધુ થાય છે. વળી, પુન:પ્રાપ્તિ દર પણ સૌથી વધુ છે અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

10. કોરોના સામેની લડતમાં વિકસિત દેશોને પણ ખૂબ મુશ્કેલી પડી છે, પરંતુ ભારતે એક રાષ્ટ્ર તરીકે એક મહાન કાર્ય કર્યું છે. રાજકીય પક્ષોએ રસી વિતરણ સંબંધિત કોઈપણ અફવા ફેલાવવાનું બંધ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *