મોદી સરકાર પાસે કોરોનાને રોકવા માત્ર આટલા દિવસ બાકી, જો આવું નહિ કરે તો હાલત ખુબ ગંભીર થશે. જાણો અહીં

કોરોના વાયરસના ભારતમાં 89 કેસ નોંધાઈ ચુક્યા છે. હાલમાં જે સ્તર પર કોરોના વાયરસ ફેલાયો છે એ સેક્ન્ડ સ્ટેજમાં છે. જો ભારતે 30 દિવસમાં યોગ્ય પગલાં ન ભર્યા તો એ સ્ટેજ 3 માં પહોંચી જશે. જેને રોકવો મુશ્કેલ બની જશે. આ ખુલાસો દેશના એક તબીબે કર્યો છે. સરકારે અત્યારે જ પગલાં ભરવાની જરૂર છે. બીજા સ્ટેજના કોરોના એટલે આ વાયરસ એ જ લોકોમાં મળ્યો છે જેઓ કોરાના સંક્રમિત દેશોમાં ફરીને આવ્યા છે. એટલે કે એ લોકો પૂરતો જ સીમિત છે. સ્થાનિક સ્તર પર આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હજુ ફેલાયો નથી.

ત્રીજા સ્ટેજમાં આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવાની ચાલુ થશે. મોદી સરકાર પાસે ત્રીજા સ્ટેજ પર પહોંચવા માટે રોકવા માટે 30 દિવસનો સમય છે. ઇટલી અને ચીન દેશમાં આ બિમારી મહામારીના સ્ટેજને પણ વટાવી ગઈ છે. હાલના સમયમાં કોરોના છઠ્ઠા સ્ટેજ પર છે. ભારતમાં કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે ભારતીયોએ પણ સરકારને સહકાર આપવાની જરૂર છે. કારણ કે તેઓ જેટલા એલર્ટ રહેશે એટલી બિમારી વધુ નહીં ફેલાઈ, એકવાર આ બિમારી ત્રીજા સ્ટેજે પહોંચી તો તમામ કોશિષો નિષ્ફળ જવાની શરૂ થશે અને મોતના આંકને રોકી શકાશે નહીં.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે ચેતવણી આપતા જણાવ્યું છે કે, 30 દિવસમાં આપણે આ વાયરસને સામૂહિક સ્તરે ફેલાતા અટકાવવા શક્ષ્મ છીએ. અત્યાર સુધી ભારતે વાયરસને કાબૂમાં રાખવા માટે જે પણ પગલા ભર્યા છે તે દરેક પગલા સફળ થયા છે. કારણકે અત્યારે કોરોના વાયરસ વ્યક્તિગત સ્તર સુધી જ સિમિત છે. દેશના કોઈ પણ વિસ્તારમાં આખે આખો સમુદાય તેની ચપેટમાં આવ્યો હોય તેવુ નથી બન્યુ.

હવે સૌથી મોટો પડકાર આ ખતરાને અહીંયા જ અટકાવી દેવાનો છે. વાયરસના ત્રીજા સ્ટેજમાં બહુ વ્યાપક સ્તરે વાયરસનો પ્રસાર થવા માંડે છે.એ પછી ચોથા સ્ટેજમાં તે મહામારીનું સ્વરુપ ધારણ કરી લે છે અને એ પછી તેના પર કાબૂ મેળવવો બહુ કઠિન થઈ જાય છે.ત્યાં સુધીમાં વાયરસ બહુ મોટી ખુવારી સર્જી શકે છે.ચીન અને ઈટાલી તો કોરોના વાયરસના છઠ્ઠા સ્ટેજમાં પહોંચી ચુક્યા છે.જ્યાં એક જ દિવસમાં સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે.

જો વાઈરસ ઝડપથી ફેલાશે તો મહામારીનું સ્વરૂપ લેશે અને દેશમાં ટેસ્ટિંગ માટે પૂરતી કીટ છે. હાલમાં 51 લેબ વાઈરસનું ટેસ્ટિંગ કરી રહી છે. તેની એક દિવસની ક્ષમતા 4590 ટેસ્ટ કરવાની છે. સેમ્પલ કલેક્શન માટે 57 સેન્ટર બનાવવામાં આવ્યા છે. જોકે અમને હાલ રોજ 60-70 સેમ્પલ મળી રહ્યા છે.થર્ડ સ્ટેજમાં વાઈરસ લોકોમાં ફેલાવાનું શરૂ થાય છે જ્યારે ફોર્થ સ્ટેજમાં વાઈરસ પહોંચતા તે મહામારીનું સ્વરૂપ લે છે. હાલ કહેવું મુશ્કેલ છે કે આ મહામારી ક્યારે ખતમ થશે. ચીન અને ઈટાલીમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન સ્ટેજ 6માં પહોંચી ગયું છે.

દેશનું નામ કેસ કુલ મોત
ચીન 80,824 3,189
ઈટલી 17,660 1,266
ઈરાન 11,364 514
દક્ષિણ કોરિયા 8,086 72
સ્પેન 5,232 133
જર્મની 3,675 8
ફ્રાન્સ 3,661 79
અમેરિકા 2,291 50
જાપાન 1,430 28
સ્વિત્ઝરલેન્ડ 1,139 11
ભારત 82 2

 

જો આ વાયરસની અસર ત્રીજા સ્ટેજમાં પહોંચે તો જે પ્રકારની મેડિકલ તપાસની જરુર પડશે તે માટે તૈયારી અંગે ભાર્ગવનું કહેવુ છે કે, ભારતમાં 106 લેબ છે.જેમાં કોરોના વાયરસ માટે જ 51 લેબ છે. જેમાં રોજ 4590 ટેસ્ટ થઈ શકે છે. હાલમાં માત્ર 60 થી 70 સેમ્પલ તપાસ માટે આવી રહ્યા છે.જરુર પડે તો આગળ પણ લેબોરેટરીઓ ઉભી કરી શકાશે. હાલમાં ભારતમાં 6500 સેમ્પલમાંથી માત્ર 78 એટલે કે 1.4 ટકા સેમ્પલ પોઝિટિવ સાબિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *