આખી દુનિયા કોરોનાવાયરસ ને કારણે ડરેલી છે. જ્યારથી કોરોનાવાયરસ ના મામલાઓ સામે આવ્યા છે ત્યારથી ચામાચીડિયાનો પણ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ચામાચીડિયા દ્વારા જ કોરોનાવાયરસ માણસમાં પહોંચ્યો.ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના પ્રમુખ વૈજ્ઞાનિક ડો રમણ એ પણ ચીનના રિસર્ચનો હવાલો દેતા કહ્યું કે કોરોનાવાયરસ પહેલા ચામાચીડિયાના અંદર વિકસિત થયો અને બાદમાં માણસમાં ફેલાયો. ગુજરાતના પાટણ જિલ્લામાં એક એવું ગામ છે જે આ કારણે ભયમાં છે.
પાટણ જિલ્લાનું નીદ્રોડા ગામ ના રોડ વિરાન છે.એકલદોકલ લોકો જ ચાલતા નજર આવી રહ્યા છે. પરંતુ આ તમામ lockdown ના કારણે નથી.તમે વિચારી રહ્યા હશો કે કોરોનાવાયરસ ના કારણે લોકો ઘરમાં કેદ હશે પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી.
જ્યારે ગામવાળાઓ પાસેથી આ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કયા કારણોસર તેઓ પોતાના ઘરની બારીઓ પણ ખોલવા તૈયાર નથી ત્યારે હેરાન કરનાર જવાબ મળ્યો. લોકો તે ગામના એક ઘરથી ડરી રહ્યા છે. જેમાં છેલ્લા ૪૦ વર્ષથી કમુબેન પંચાલ નામની એક વૃદ્ધ મહિલા રહે છે. આ કોઈ ભૂત પ્રેત ની વાર્તા પણ નથી.
તમે વિચારી રહ્યા હશો કે જો ભૂત પ્રેત ની વાર્તા પણ નથી તો લોકો આ મકાનથી શા માટે ડરે છે?
આવો જાણીએ આ ઘરમાં એવું તે શું છે કે લોકો પોતાની બારીઓ અને દરવાજા પણ નથી ખોલી રહ્યા? આ ઘરમાં પ્રવેશ કરવો સહેલો નથી. દરવાજેથી દાખલ થતાં હતા તે દરમિયાન જ એક ચામાચીડિયું સામેથી આવી ગયું. ઘરની અંદર ગયા તો હોશ ઉડી ગયા કારણ કે દિવાલ પર સેંકડોની સંખ્યામાં ચામાચીડિયાનો ચોંટેલા હતા.
કમુબેન પંચાલ એ જણાવ્યું કે તેઓ છેલ્લા 40-50 વર્ષોથી આ રીતે ચામાચીડિયાનો સાથે જ ઘરમાં રહે છે. રાત્રે કાયમ ચામાચીડિયા ઓ તેમની ઉપર પડે છે ઘણી વખત બટકું ભરવા પણ આવે છે. આખી રાત ડરમાં વીતે છે પરંતુ શું કરવું? ક્યાં જવું? પ્રશાસન પણ તેમની ફરિયાદનો કોઈ રસ્તો નથી કાઢી રહ્યું. તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. તેમણે જણાવ્યું કે આ બધા કારણોથી તેઓ કાયમ બીમાર રહે છે.
ગામના સરપંચ દશરથજી ઠાકોર એ કહ્યું કે હવે તમે જ વિચારો કે એકલી વૃદ્ધ મહિલા અને હજારો ચામાચીડિયા એક સાથે કઈ રીતે રહી શકતા હશે.આ એક બે દિવસની વાત નથી છેલ્લા ૪૦ વર્ષથી આવી જ રીતે ચામાચીડિયાનો સાથે તેમણે પસાર કર્યા છે. હાલમાં ગામ વાળા ને જેટલો કોરોનાવાયરસ નો ભય નથી તેનાથી ઘણો વધારે ભય આ ચામાચીડિયાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news