સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના મહામારીની સ્થિતિ પર સુપ્રિમ કોર્ટ પણ ધ્યાન રાખી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસ અને સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટએ આ મામલે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને પૂછ્યું કે, દિલ્હીમાં ટેસ્ટિંગ કેમે ઓછું થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને બરાબરની ખખડાવી હતી. કોરોનાના વધતા સંકટ, હોસ્પિટલોની સ્થિતિ, મૃતદેહો સાથે કરવામાં આવતા વ્યવહારને લઈને અદાલતે દિલ્હી સરકાર પાસે જવાબ પણ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હૉસ્પિટલોમાં શબોની રાખવાની કામગીરીને લઈને પણ દિલ્હી સરકાર ઉપર ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશની રાજધાનીમાં જે રીતે શબો સાથે વ્યવહાર કરવામાં આવે છે તે દુખદ છે.
દેશમાં આજે કોરોના દર્દીઓની સારવારમાં અને મોત બાદ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર સુધી ખૂબ જ પશુઓ જેવો વર્તાવ થઈ રહ્યાનું ધ્યાને પડતા આ બાબતની સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે, કોરોનાના દર્દીઓ સાથે જાનવરોથી પણ વધારે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે. અને ડેડબોડી કચરામાં મળી રહ્યા છે. કોર્ટે આ મામલામાં ચાર રાજ્યો પાસે રિપોર્ટ માગ્યા છે.
કોરોનાના દર્દીઓના શબો સાથે ખરાબ અને અમાનવીય વ્યવહાર ઉપર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે દેશની રાજધાનીમાં અને તેની હૉસ્પિટલોનો બહુ ખરાબ હાલ છે. દિલ્હીની હૉસ્પિટલોમાં ગૃહ મંત્રાલય તરફથી જાહેર નવી ગાઇડલાઇનનું પાલન નથી કરવામાં આવતું. હૉસ્પિટલો શબોની સાચવણી અને તેનો નિકાલ કેન્દ્ર સરકાર તરફથી ઘડવામાં આવેલા નિયમો મુજબ નથી કરી રહ્યા.
કોર્ટે કહ્યું કે, 15 માર્ચના રોજ મૃતદેહોને હેન્ડલ કરવા અંગે કેન્દ્ર સરકારે દિશા નિર્દેશ બહાર પાડ્યા હતાં. જેનું પાલન પણ થતું નથી. દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સારવારને લઈને સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. આ રાજ્યોને નોટિસ પાઠવવામાં આવે છે. દિલ્હીના LNJP હોસ્પિટલને અલગથી નોટિસ આપવામાં આવી. 17 જૂનના રોજ આગામી સુનાવણી થશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કેટલાક કિસ્સા એવા પણ સામે આવ્યા છે કે, પરિવારને પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેવા દેવામાં આવતા નથી. સુપ્રિમ કોર્ટે દિલ્હીની LNJP હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોને આ મામલે જવાબ દેવા માટે નોટીસ જારી કરી છે. કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર સંબંધી સ્થિતિનો રિપોર્ટ રજૂ કરે. કોર્ટે હોસ્પિટલોમાં શબની વચ્ચે રહેવા મજબૂર કોરોનાના દર્દીઓની ચિંતા કરતા કહ્યું કે, દિલ્હીની હાલતને ખરાબ બતાવાઈ રહી છે. અદાલતે કહ્યું કે, હોસ્પિટલ શવ રાખવામાં યોગ્ય ધ્યાન આપતી નથી અને અહીંયા સુધી કે લોકોના મોતની જાણકારી બાબતે તેમના પરિવારજનોને પણ જાણ કરાતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news