ક્લાસ 1 અધિકારીનો લેટર લઈ ફરવા નીકળેલો 22 લોકોનો અબજોપતિ પરિવાર પોલીસના હાથે ચડી ગયો અને…

કોરોનાવાયરસ ને કારણે આખા ભારતમાં lockdown જાહેર કરાયું છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. સરકાર દરેક લોકો અને સામાજિક અંતર બનાવી…

કોરોનાવાયરસ ને કારણે આખા ભારતમાં lockdown જાહેર કરાયું છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. સરકાર દરેક લોકો અને સામાજિક અંતર બનાવી રાખવાની સલાહ આપી રહી છે પરંતુ આ વચ્ચે મહારાષ્ટ્ર ના પંચગીની પોલીસ સ્ટેશનમાં ચર્ચિત ડીએચએફએલ વિવાદ થી જોડાયેલા કપિલ વાધવા અને ધીરજ વાધવા સહિત 22 લોકો ને મહાબળેશ્વરમાં પકડવામાં આવ્યા છે. આ લોકો મહારાષ્ટ્રના મુખ્ય ગૃહ સચિવ અમિતાભ ગુપ્તા એ આપેલ લેટર લઈને મહાબળેશ્વર ફરવા નીકળી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારે ડેઝિગ્નેટેડ ઓફિસર અને મેજિસ્ટ્રેટ લેવલે lockdown માં બહાર નીકળી શકવા ના પાસ ઇશ્યૂ કરવાની સત્તા આપી છે. ત્યારે આ વખતે મહારાષ્ટ્ર સરકારના ગૃહવિભાગના વિશેષ સચિવ અમિતાભ ગુપ્તાએ પોતાના ઓફિશિયલ લેટરપેડ પર વાધવા પરિવારના સભ્યોને ખંડાલા થી મહાબળેશ્વર જવાની અનુમતિ આપી હતી. આ પત્રમાં પાંચ ગાડીઓ ને અનુમતિ આપવામાં આવી હતી જેમાં 22 લોકો સવાર હતા.

Lockdown ની ગંભીરતાને લઇને ઘરે રહેવાને બદલે વિવાદમાં ચાલી રહેલા ડીએચએફએલ ના ચેરમેન કપિલ વાધવા અને ધીરજ વાધવા સામે મની લોન્ડરિંગ ના કેસ ચાલી રહ્યા છે. જેમાં કપિલ વાધવા ની ED દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે હાલમાં તેઓ જામીન પર બહાર છે. આ મામલો ત્યારે બહાર આવ્યો, જ્યારે મહારાષ્ટ્ર પોલીસે ખંડાલા થી મહાબળેશ્વર જઈ રહેલી પાંચ ગાડીઓ ને પંચગીની નજીકરોકવામાં આવી. આ પરિવાર જાહેરમાં lockdown ના લીરેલીરા કરતા ફરવા માટે નીકળી પડ્યો હતો. પોલીસે આ તમામની ધરપકડ કરીને ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ નેતા કિરીટ સોમૈયા દ્વારા મહારાષ્ટ્ર સરકાર સામે ગંભીર સવાલો ખડા કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર સરકાર વાધવા પરિવારને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે. હાલમાં આ લેટર વાયરલ થતા તાત્કાલીક અસરથી મહારાષ્ટ્ર સરકારે અમિતાભ ગુપ્તા ને રજા પર ઉતારી દીધા છે અને તેની સામે તપાસના આદેશ પણ આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *