કોરોના મહામારીની વચ્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજે એટલે કે, બુધવારનાં રોજ અનલોક-5 હેઠળ નવા દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યાં છે. જો કે, આ નવી ગાઈડલાઈન્સમાં પણ મંદિરો તથા સ્કૂલોને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. આ નવા દિશા નિર્દેશો મુજબ આવતી કાલ એટલે કે, 15 ઓક્ટોબરે મેટ્રો સેવાની શરુઆત કરવામાં આવશે. આની સાથે જ સરકારી તથા પ્રાઇવેટ લાઇબ્રેરી ખોલવાની પણ પરવાનગી આપવામાં આવી છે.
કડક દિશા નિર્દેશો સાથે સિનેમા હોલ ખોલવાની પરવાનગી :
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં મંદિરો, થિયેટર તથા ધાર્મિક સ્થળોને છૂટ આપવામાં આવી છે. દેશના બીજાં રાજ્યોમાં કડક દિશા નિર્દેશોની સાથે થીયેટર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે પણ મહારાષ્ટ્રમાં હજુ સુધી થિયેટર પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. શાળાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ પરનો પ્રતિબંધ પણ યથાવત રાખવામાં આવ્યો છે. જો કે, શિક્ષકો કુલ 50% સંખ્યામાં શાળાએ જઇ શકશે.
સૌથી અગત્યનો નિર્ણય મેટ્રો સેવાને લઇ કરવામાં આવ્યો ;
નવી ગાઇડલાઇન્સમાં સૌથી અગત્યનો નિર્ણય મેટ્રો સેવાને લઇ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મેટ્રો સેવાને 15 ઓક્ટોબરે ફરીથી શરુ કરી દેવામાં આવશે. આની માટે દિશા નિર્દેશો અલગથી જાહેર કરવામાં આવશે. આની સાથે જ સરકારે સ્થાનિક સાપ્તાહિક બજાર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ બજારો પણ આવતીકાલથી જ ખુલશે.
ધાર્મિક સ્થળોને ખોલવાને લઇ રાજકિય સંગ્રામ શરુ થયો :
અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મંદિરો તથા ધાર્મિક સ્થળો ખોલવાને લઇ રાજકિય સંગ્રામની શરુઆત થઈ ગઈ છે. આ અંગે માહારાષ્ટ્રનાં રાજ્યપાલ તથા CM ઉદ્ધવ ઠાકરેની વચ્ચે પત્રના માધ્યમથી આરોપ પ્રત્યારોપ પણ કરવામાં આવ્યાં છે. આ મુદ્દો છેક હિન્દુત્વ તથા ધર્મનિરપેક્ષતા સુધી પહોંચી ગઈ છે. શરદ પવારે આ અંગે PMને પત્ર લખ્યો છે. આ નવી ગાઇડલાઇન્સમાં પણ મંદિરો ખોલવાને પરવાનગી આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle