કોરોનાને કારણે દેશભરમાં મોટાભાગના ધંધા રોજર બંધ છે ત્યારે દેશવાસીઓ આર્થીક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે દેશના નાણા મંત્રી Nirmala Sitharaman નિર્મલા સીતારમને એક મોટી જાહેરાત કરી છે અને દેશવાસીઓને રાહત આપી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ એ જણાવ્યું કે કોઈપણ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડનારા ડેબિટ કાર્ડ ધારકો આગામી 3 મહિના માટે વિના મૂલ્યે ઉપાડી શકશે. બેંક ખાતામાં મીનીમમ બેલેન્સ નહી હોય તો પણ કોઈ ચાર્જ કપાશે નહીં.
There shall not be any minimum balance requirement fee (in bank accounts): Union Finance Minister Nirmala Sitharaman https://t.co/olSYTYRpMv
— ANI (@ANI) March 24, 2020
ઉલ્લેખનીય છે કે ભારતમાં novel coronavirus ના ઓછામાં ઓછા 492 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અત્યાર સુધીમાં 37 લોકો સ્વસ્થ થયા છે, પરંતુ 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં 560 જેટલા જિલ્લાઓ હવે સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે.