કાનપુર આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મણીન્દ્ર અગ્રવાલે ગણિતીય મોર્ડલના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે, આ દરમિયાન મુંબઈમાં રોજના 30 થી 60 હજાર અને દિલ્હીમાં પીક દરમિયાન 35 થી 70 હજાર કેસ આવશે. ડો. અગ્રવાલે અધ્યયનના આધાર પર કહ્યું કે, કેસ વધવા પર સ્થાનીય સ્તર પર હોસ્પિટલોમાં બેડની અછત પણ ઉભી થઈ શકે છે.
પીક સમયે દેશમાં સંક્રમિત થનારાની સરખામણીએ દોઢ લાખની જરુર પડી શકે છે. આની પહેલા પ્રો. અગ્રવાલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, પીક દરમિયાન રોજના દેશમાં 2 લાખ સુધી કેસ આવી શકે છે. ઉપરાંત આના પર તેમણે કહ્યું કે, પહેલા દક્ષિણ આફ્રિકામાં આવી રહેલા કેસના આધાર પર ભારતમાં સંક્રમણ ફેલાવાની સ્પીડનું આકલન કર્યુ.
પણ જ્યારે દેશમાં સંક્રમણ ફેલાવાની શરુઆત થઈ ત્યારે મોર્ડલમાં આંકડા બદલાઈ ગયા છે. હવે જાણવા મળ્યું છે કે, દેશમાં સંક્રમણ ફેલાવાની સ્પીડ દક્ષિણ આફ્રીકાની સરખામણીએ અનેક ગણી વધારે રહેશે. પ્રો. અગ્રવાલે કહ્યું કે, અત્યાર સુધી તમામે સતર્ક રહેવાની જરુર છે.
પ્રો. અગ્રવાલના જણાવ્યા મુજબ, દિલ્હી અને મુંબઈમાં પીક જાન્યુઆરીએ ત્રીજા અઠવાડિયામાં આવી શકે છે. આ દરમિયાન, મુંબઈમાં વધારે કેસ દિલ્હીમાં મળી શકે છે. આ ઉપરાંત, વધુમાં જાણવા મળ્યું છે કે મુંબઈમાં કેસોની સરખામણીએ 10 હજાર બેડ, દિલ્હીમાં કેસોની સરખામણીએ 12 હજાર બેડની જરુર પડી શકે છે.
દેશમાં કોરોનાનો કહેર
અત્યાર સુધીમાં દેશમાં 3,52,26,386 કોરોનાના દર્દી મળી ચૂક્યા છે.
દેશમાં કુલ 3,43,71,845 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 15,13,377 કોરોના ટેસ્ટ થયા છે.
અત્યાર સુધી દેશમાં કુલ 68,68,19,128 થી વધારે સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.
દેશમાં કુલ 4,83,178 લોકોના જીવ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.