ગુજરાતમાં ચેપી રોગ કોરોનાના કાળો કેર યથાવત રહેતા શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વધુ 318 નવા કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 202, સુરત જિલ્લામાં 67, નવસારીમાં 27, તાપીમાં 3, વલસાડમાં 5, દમણમાં 5 કેસ સાથે ફરીવાર કોરોનાનો આંકડો 300ને પાર કરી ગયો હતો. જ્યારે સુરત શહેરમાં 11, જિલ્લામાં 03 અને નવસારીમાં 01 દર્દીના મોત સાથે દક્ષિણ ગુજરાતમાં કોરોના વધુ 15 દર્દીને ભરખી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોય આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
સુરતમાં કોરોનાના દર્દીઓના મોતના આંકડાને લઈને એક મોટું રહસ્ય ખુલ્યું છે. સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હોવાનો સૌથી મોટી વાત સામે આવી છે. એટલું જ નહીં, સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાંબી કતારો લાગી છે. સરકારી આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં 170 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તમામ મૃતદેહોના અંતિમ સંસ્કાર કોવિડ-19માં નક્કી કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 390 મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે, હવે રોજ અંતિમધામ અને કબ્રસ્તાનમાં 48થી વધુની સંખ્યામાં બોડી આવી રહી છે, આ ડરાવનારી હકીકત ગુજરાતના આગામી સમય માટે ભારે પડી શકે છે.
એક હકીકત પ્રમાણે બુધવારે જ શહેરમાં 65 જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં પ્રોટોકોલ સાથે અંતિમ વિધી કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે ગુરુવારે પણ 55 મૃતદેહોની કોરોના ગાઇડ લાઇન મુજબ શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમ વિધી કરી હોવાની માહિતી સપાટી પર આવી છે. ડોક્ટરોના મતે ડાયાબિટીસ અને હાયપર ટેન્શન તેમજ હાર્ટ પેશન્ટ આ વાવરમાં વધુ અડફેટે ચઢ્યા છે. છતાં આ મૃતકોને કોરોનામાં ન આંકી તેમની શંકાસ્પદ કોરોના સાથે કોવિડ પ્રોટોકોલ મુજબ જ અંતિમ વિધી કરાતા મોતનો આંકડો વધ્યો છે.
સુરતમાં 25 દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયાની એવરેજ 25થી 30ની હતી. જે હવે 45 થઈ ગઈ છે. છેલ્લાં બે દિવસમાં તો સંખ્યા 50થી વધી ગઈ છે. બુધવારે સૌથી હાઇએસ્ટ એટલે કે 65 જેટલી બોડીનો કોવિડ ગાઇડલાઇન મુજબ નિકાલ થયો હતો. જો આજ રફતાર રહી તો જુલાઇના અંત સુધી આંકડો 70 સુધી પહોંચી શકે છે. ખાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાંથી મૃતદેહને એવી રીતે પ્લાસ્ટિકમાં લપેટાઈ છે કે પરિવારજનોને જ્યારે મોઢું બતાવવાનો પ્રયાસ કરાય ત્યારે બોડી ઉલટી નિકળે છે. ગતરોજ સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાં એક પર એક લાશો નાંખી દેવાતો હંગામો પણ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news