અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું માનવતા પૂર્ણ કાર્ય જાણી તમે કરશો સલામ

હાલમાં કોરોનાના કહેર વચ્ચે પોલીસ, હોમગાર્ડ સતત ખડેપગે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશવાસીઓને બચાવવા ફ્રન્ટ લાઈન પર લડી રહ્યા છે. સતત ગુજરાત અને દેશભરમાંથી…

હાલમાં કોરોનાના કહેર વચ્ચે પોલીસ, હોમગાર્ડ સતત ખડેપગે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશવાસીઓને બચાવવા ફ્રન્ટ લાઈન પર લડી રહ્યા છે. સતત ગુજરાત અને દેશભરમાંથી પોલીસ દ્વારા થઇ રહેલી કામગીરીની પ્રશંશા થઇ રહી છે. ત્યારે અમદાવાદ ના વાડજ પોલીસના કોન્સ્ટેબલ ભગવાનભાઈ પાટીલની માનવતાભરી સુંદર કામગીરી સામે આવી છે.

સુરતમાં રહેતા વયોવૃદ્ધ દર્દી મુક્તાબેન ભીખાભાઈ મોણપરાને મેડીકલ સારવાર ચાલે છે અને હાલમાં તેમની દવા ખૂટી જતા તેઓ તકલીફમાં મુકાયા હતા. આ દવા ફક્ત અમદાવાદનાં જુના વાડજ વિસ્તારમાં જ મળે છે. ત્યારે આ વચ્ચે જુના વાડજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલશ્રી ભગવાન પાટીલનો સંપર્ક કરતા તેમણે માનવતા દાખવી વાડજ વિસ્તારના મેડીકલથી દવા મેળવી લઇ, કવરમાં પેક કરી, આજરોજ સ્પીડ પોસ્ટ દ્વારા સુરત રવાના કરી આપી. અને માનવતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

અમારી પણ આપ સૌને અપીલ છે કે, લોકડાઉન ના પાલન કરાવતા કોરોના વોરીઅર્સ સમાન પોલીસ કર્મીઓને પૂરું માન સન્માન આપીએ. કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળીએ. શેરી મહોલ્લામાં કે અગાસીઓ પર એકઠા ન થઇએ. આપણે ઘરમાં સુરક્ષિત રહીએ તે માટે ડોક્ટર્સ, નર્સ, પોલીસ કર્મીઓ સહિતના લોકો ઘર બહાર છે.

 

ડ્યુટી પરથી પરત ફરી માસ્ક બનાવે છે આ મહિલા કોન્સ્ટેબલ, ફ્રીમાં વહેંચે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *