કોરોના(Corona) વાયરસના વધતા સંક્રમણે ફરી એકવાર ચિંતામાં વધારો કરી દીધો છે. દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે(Central Government) 14 રાજ્યોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ એવા રાજ્યો છે જ્યાં દર અઠવાડિયે મોટી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. આ સિવાય અહીં પોઝીટીવીટી રેટ પણ એવરેજથી ઉપર છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં પણ કોરોનાના ટેસ્ટ(Corona’s test) ઓછા થઈ રહ્યા છે. આ દિવસોમાં સૌથી વધુ કેસ દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાંથી આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે આ રાજ્યો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જે રાજ્યોમાં 1 જૂનથી કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. તેઓ છે – આસામ, ગોવા, ગુજરાત, હરિયાણા, મેઘાલય, મિઝોરમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ.
જાહેર કાર્યક્રમોમાં ભાગ લેનારાઓ પર નજર રાખો:
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપનારા અને તીર્થયાત્રાએ જતા લોકોમાં કોવિડ-19 ચેપ જેવા લક્ષણો ન દેખાય. આ સાથે એ પણ જોવા માટે કહેવામાં આવ્યું છે કે દરેકને રસી મળી ગઈ છે. આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે વિવિધ તહેવારો અને યાત્રાઓને ધ્યાનમાં રાખીને આગામી મહિનાઓમાં દેશના વિવિધ ભાગોમાં ભીડમાં વધારો થઈ શકે છે. આવી ઘટનાઓ કોવિડ-19 સહિત અન્ય ચેપી રોગોના ફેલાવાને પ્રોત્સાહન આપી શકે છે.
આ લોકોનું ખાસ ધ્યાન રાખો:
ભૂષણે પત્રમાં એમ પણ કહ્યું છે કે આવા કાર્યક્રમોના આયોજકો અને રાજ્ય અને જિલ્લા પ્રશાસન દ્વારા નિયુક્ત કરાયેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન સ્ટાફ અને સ્વયંસેવકોમાં કોવિડ-19 સંબંધિત લક્ષણો ન હોવા જોઈએ અને તેમને રસીના બંને ડોઝ લેવા જોઈએ. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વૃદ્ધો અને ગંભીર બિમારીઓ (ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ક્રોનિક ફેફસા/યકૃત/કિડનીની બીમારી વગેરે) જેમણે આવી ઇવેન્ટ્સમાં હાજરી આપવાનું આયોજન કર્યું છે તેઓએ વધારાની સાવચેતી રાખવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.