આ સમયે કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ વધુ બગડી છે. આ ઉપરાંત કોરોનાના ઝડપથી વિકસતા કેસો વચ્ચે ઘણી મૂંઝવણ પણ છે. આવા કપરા સમય દરમિયાન હાલ એવાં દ્રશ્યો સર્જાયા છે જે જોઇને તમારું હદય પણ દ્રવી ઉઠશે. કોરોનામાં મૃત વ્યક્તિઓના મૃતદેહને કચરો ફેંકાતા વાહનમાં લઈ જવામાં આવ્યા હતા.
હાલ કોરોનામાં બે સગી બહેનો સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં. તે નિયત સમયે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી શક્યા નહીં, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ત્રણ મોત ઉપરાંત, એક કોરોનાથી પીડિત વ્યક્તિએ સરકારી હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. એકસાથે ચાર મોતથી હાહાકાર મચ્યો હતો પરંતુ તે પછી જે બન્યું તે શરમજનક હતું. અહીં નગર પંચાયતના કચરો ફેંકાતા વાહનમાં મૃતદેહ લઈ જવાયા હતા.
હેલ્થ સેન્ટરના બીએમઓએ પણ આ કેસો પછી તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છતાં પોતાને ઘરમાં અઈસોલેટ કરી લીધા છે અને દરેક જવાબદારી પડતી મૂકી દીધી. આ વિવાદ પર, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે કે, કોવિડના દર્દીઓનું ઓક્સિજન સ્તર ખૂબ ઓછું હતું, તેથી તેનું મૃત્યુ થયું.
થોડા દિવસ પહેલા જ એક એવી તસ્વીર સામે આવી હતી જ્યાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની લાશોની લાઈન લાગી હતી. તે જ સમયે, હોસ્પિટલના ગેટ પર જ કોવિડ પીડિતનું મોત થયું હતું, જ્યારે મંત્રી અંદર હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા હતા. આ ઘટના છતીસગઢમાંથી સાથે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.