પહેલી કરતાં કોરોનાની બીજી લહેર બની વધુ જીવલેણ, ફક્ત 24 કલાકમાં કેસનો આંકડો 1 લાખને પાર થતાં તૂટ્યા તમામ રેકોર્ડ

હાલમાં કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં શરુ થઈ ચુકી છે. આની સાથે-સાથે જ આ લહેર ભારતમાં વધુને વધુ પ્રચંડ બનતી જઈ રહી છે. પ્રતિદિન સામે…

હાલમાં કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં શરુ થઈ ચુકી છે. આની સાથે-સાથે જ આ લહેર ભારતમાં વધુને વધુ પ્રચંડ બનતી જઈ રહી છે. પ્રતિદિન સામે આવી રહેલ કેસના આંકડાઓમાં સતત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે કોરોના વાયરસનાં તમામ રેકોર્ડ તૂટી ગયાં છે. રવિવારે સમગ્ર દેશમાં કોરોના કેસના આંકડો 1 લાખને પાર થઈ ચુક્યો છે.

દેશના સ્વાસ્થ્ય મંત્રાલયએ જાહેર કરેલ આંકડાઓ પ્રમાણે ફક્ત 1 જ દિવસમાં 1,03,558 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે જ્યારે 52,847 દર્દીઓ સાજા થયા છે. ફક્ત 24 કલાકમાં 478 લોકોના મોત થઈ ચુક્યા છે. આમ, લાખો લોકો નવી લહેરનો શિકાર થઈ ચુક્યા છે.

અમેરિકા પછી બીજો એવો દેશ કે, જ્યાં લાખથી વધુ કેસ આવ્યા:
સમગ્ર દેશમાં સૌપ્રથમવાર એટલા બધા કેસ સામે આવ્યા છે ત્યારે ભારત હવે દુનિયાનો બીજો એવો દેશ બની ગયો છે કે, જ્યાં ફક્ત 1 દિવસમાં 1 લાખથી વધુ કેસ સામે આવ્યા હોય. ફક્ત 1 લાખ કેસમાંથી 57,000 કોરોના કેસ માત્ર મહારાષ્ટ્રમાંથી જ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 30,10,597 કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે જ્યારે 55,878 લોકોનાં મોત થઈ ચુક્યા છે. સતત લથડતી જતી પરીસ્તીથીને ધ્યાનમાં લેતાં એવું લાગી રહ્યું છે કે, થોડા સમયમાં જ દેશમાં ફરીએક્વ્ર લોકડાઉન થઈ શકે છે. હવે આગળ જોઈએ કે, સરકાર શું નિર્ણય લે છે?

ગુજરાતમાં રવિવારે 2,875 નવા કોરોના
ગુજરાત રાજ્યમાં રવિવારે 2,875 નવા કોરોના દર્દી મળી આવ્યા હતા. 2,024 દર્દીઓ સાજા થયા, જ્યારે 14 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.18 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, જેમાંથી 2.98 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,566 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 15,135 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં 57,074 નવા કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં રવિવારે 57,074 નવા દર્દી મળી આવ્યા હતા. 27,508 દર્દી સાજા થયા અને 222 લોકો મૃત્યુ પામ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 30.10 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 25 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 55,878 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 4.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં રવિવારે 4,033 નવા કેસ નોંધાયા
દિલ્હીમાં રવિવારે 4,033 નવા કેસ નોંધાયા હતા. 2,677 દર્દી સાજા થયા અને 21 લોકોનાં મોત થયાં . અહીં અત્યારસુધીમાં 6.76 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.51 લાખ લોકો સાજા થયા છે અને 11,801 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 13,982 દર્દી સારવાર હેઠળ છે.

મધ્યપ્રદેશમાં રવિવારે 3,178 કેસ નોંધાયા હતા
મધ્યપ્રદેશમાં અહીં રવિવારે 3,178 કેસ નોંધાયા હતા. 2201 લોકો સાજા થયા અને 11 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.06 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 2.81 લાખ સાજા થયા છે, જ્યારે 4,040 લોકોનાં મોત થયાં છે. હાલમાં 21,335 લોકોની સારવાર ચાલી રહી છે.

પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 3,006 નવા કેસ
પંજાબમાં રવિવારે 3,006 નવા દર્દી મળી આવ્યા હતા. 2,955 સાજા થયા, જ્યારે 51 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.51 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.19 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,083 લોકોનાં મૃત્યુ થયાં છે. હાલમાં 25,314 લોકો સારવાર લઈ રહ્યા છે.

pm મોદીએ લીધા આ નિર્ણય:
PM મોદીએ રવિવારનાં રોજ કોરોનાની પરિસ્થિતિ અને વેક્સિનનેશન અભિયાન મુદ્દે હાઇલેવલ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 6થી 14 એપ્રિલમાં સાફ-સફાઇ એક વિશેષ જાગરૂકતા અભિયાન કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ દેશના મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢ રાજ્યમાં એક વિશેષ ટીમ મોકલવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 100% માસ્કનો ઉપયોગ, સ્વચ્છતા તેમજ જાહેર સ્થળ પર સફાઇ તથા સુવિધા પર ધ્યાન આપીએ તો 6 એપ્રિલથી 14 એપ્રિલની વચ્ચે એક વિશેષ અભિયાન પણ ચાલુ કરી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *