કોરોના વાઇરસથી પીડિત 20,000 લોકોને મારી નાખશે? સરકાર પીડિતોના હાથ-પગ બાંધી…

ચીનની સરકારે ગુરુવારના રોજ કોરોના વાયરસથી કંટાળીને સુપ્રિમ પીપુલ્સ કોર્ટમાં અરજી કરી હતી કે, જેમાં કોરોના વાયરસથી પીડિત 20 હજાર દર્દીઓને એક સાથે મારવાની મંજૂરી માંગી છે? સોશિયલ મીડિયામાં આ વિષય ઉપર ખૂબ જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર તે પણ પ્રસારિત થઈ રહ્યું છે કે, ચીનમાં પહેલાથી જ કોરોના વાયરસથી પીડિત 25 હજાર લોકોની મોત થઈ ચૂકી છે અને ચીન આ હકીકતને છુપાવી રહ્યું છે.

ચીની સરકારનો દાવો છે કે, આ વાયરસથી પીડિતોની સારવાર દરમિયાન તબીબો અને નર્સો પણ તેના ભરડામાં આવી જાય છે. માટે તેને વધુ આગળ વધતો અટકાવવા માટે કોરોના વાયરસથી પીડિત એવા 20 હજાર લોકોને મોતને ઘાટ ઉતારવા શિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 37,552 લોકો બીમાર પડી ચુક્યા છે. તેમાંથી 813 ના મોત નીપજ્યા છે. ટોટલ બીમાર લોકોમાં સૌથી વધુ ઈન્ફેક્ટેડ 34,546 લોકો ચીનમાં છે. ચીનમાં અત્યાર સુધી કુલ 722 લોકોના મોત થઈ ચુક્યા છે. હવે ચીન ખૂબ નિર્દયી થતુ જઈ રહ્યું છે. કોરોનાના શંકાસ્પદોની તપાસ કરવા માટે તેમને દોડાવી-દોડાવીને પકડવામાં આવી રહ્યા છે. ઘરોમાંથી ઘસેડીને લાવવામાં આવી રહ્યા છે. ચીનના વુહાનમાં ચાંગક્વિંગ ગાર્ડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે અમુક ડોક્ટર કોરોનાના એક શંકાસ્પદ વ્યક્તિને લટકાવીને લઈ જઈ રહ્યા છે.

અમુક માસ્ક ન પહેરેલા વ્યક્તિઓને પોલિસકર્મીઓ જબરદસ્તી પકડી રહ્યા છે. તેમને ઢસેડી અને લટકાવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કારણ કે લોકો હોસ્પિટલ જવા માટે તૈયાર ન હતા. વીડિયોમાં એક જગ્યા પર જોઈ શકાય છે કે પોલીસકર્મી એક મહિલાને દોડાવીને પકડી રહી છે. કોરોનાવાયરસ પર નિયંત્રણ કરી શકવામાં અસફળ રહેલી ચીનની સરકાર હવે જબરદસ્તી કરી રહી છે. લોકોની સાથે હિંસા પર ઉતરી આવી છે.

ચીનના મીડિયા આ જબરદસ્તીને પોલીસકર્મીઓ અને ડોક્ટરો દ્વારા લોકોના વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલું યુદ્ધ કહી રહી છે. આખી ચીનમાં કોરોનાવાયરસથી પીડિત શંકાસ્પદને પકડીને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી એ જાણ નથી થઈ કે ચીનની સરકાર આટલી જબરદસ્તી શા માટે અને કયા આધાર પર કરી રહી છે. આવો જ એક વીડિયો શંધાઈના શુઝોઉથી પણ આવ્યો છે જ્યાં એક આદમીને જબરદસ્તી પકડવામાં આવી રહ્યો છે. તેને ચારે તરફથી પોલીસકર્મીઓએ પકડી રાખ્યો છે. સાથે જ એક પોલીસકર્મીને તેનો પગ પકડી રહ્યો છે.

ચીનના અધિકારીઓ કોઈને પણ નથી છોડી રહ્યા. પછીએ મહિલાઓ હોય કે પુરુષ. ડોક્ટર અને પોલીસકર્મીએ કોરોનાવાયરસના શંકાસ્પદને ખરાબ રીતે પકડી રહ્યા છે. તેમને દોડાવી દોડાવીને અને ઘસેડીને પકડવામાં આવી રહ્યા છે. ચીનની સરકારે આદેશ કર્યો છે કે વુહાનના દરેક નાગરિકોની કોરોનાવાયરસની તપાસ કરવામાં આવશે. અમુક લોકો આ તપાસથી બચવા માંગે છે. માટે તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ સરકારી આદેશ આગળ તેમનું સાંભળવામાં નથી આવી રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *