ચીનના વુહાન શહેરને પાછળ છોડી ભારતના આ શહેરો થઇ ગયા આગળ- અમિતશાહ અને કેજરીવાલ થયા દોડતા

દિલ્હીમાં કોરોનાવાયરસની પરિસ્થિતિને લઈને આજે ગૃહમંત્રી અમિત શાહએ એક મહત્વની બેઠક બોલાવી છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન, એમ્સ ના નિર્દેશક ડો રણદીપ ગુલેરિયા, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલ સહિત ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ સામેલ થઈ રહ્યા છે.

ગૃહમંત્રીની આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે રાજધાનીમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિ પાછળ કેન્દ્ર રાજ્ય અને mdc પ્રશાસન વચ્ચે યોગ્ય તાલમેલ ન હોવાની વાતો સામે આવી રહી છે. દિલ્હી સરકાર અને mdc પ્રશાસન વચ્ચે આરોપ પ્રત્યારોપ પણ થતા રહ્યા છે.

મેયરો સાથે પણ કરશે બેઠક

ગૃહમંત્રી અમીત શાહે સાંજે 5:00 વાગે વધુ એક બેઠક બોલાવી છે. કોરોનાની પરિસ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહની આ બીજી બેઠક હશે. તેમાં દિલ્હી નગર નિગમના તમામ મેયરો હાજર રહેશે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અને દિલ્હીના ઉપરાજ્યપાલ આ મિટિંગમાં સામેલ થશે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ હાજર રહેશે.

સતત વધી રહ્યા છે કોરોના કેસ

ગૃહમંત્રીએ આ બેઠક એવા સમયે બોલાવી છે, જ્યારે દિલ્હીમાં રોજના કોરોનાવાયરસના 2000 કેસ સામે આવવા લાગ્યા છે. દિલ્હીમાં શનિવારની આંકડાઓ અનુસાર એક દિવસમાં 2134 નવા કેસ આવ્યા હતા. તેની સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં હવે દર્દીઓની સંખ્યા વધીને ૩૯ હજારની આસપાસ પહોંચી ચૂકી છે. દિલ્હીમાં આ વાયરસના ઝપેટામાં આવવાને કારણે અત્યાર સુધીમાં 1271 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એક સારી વાત એ પણ છે કે દિલ્હીમાં અત્યાર સુધી 14000 ની આજુબાજુ દર્દીઓનો ઇલાજ કરવામાં આવી ચૂક્યો છે.

દિલ્હી જેવા રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનેલી છે. વાત ત્યાં સુધી પહોંચી ગઇ કે આ મામલે કોર્ટ ને પણ દખલ દેવી પડી. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યા છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના દર્દીઓ માટે વેન્ટિલેટર અને હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવે. કોર્ટે આ નિર્ણય ગુરૂવારના રોજ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *