હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.આ મહામારીની અસર તમામ ક્ષેત્રમાં થઈ હોય એ આપને જોવાં મળી રહ્યું છે. ઘણાં ધાર્મિક સ્થળોએ ચાલતી વર્ષો જૂની પરંપરા પણ બંધ રહી છે. હાલમાં આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થ સ્થાન વડતાલમાં 29 ઓગસ્ટનાં રોજ જલઝીલણીનાં સમૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યું છે. કુલ 192 વર્ષથી ચાલી રહેલી પરંપરા કોરોના મહામારીને કારણે લીધે તૂટી ગઈ છે.
કુલ 192 વર્ષમાં પહેલીવાર શ્રીજી મહારાજની વાજતે-ગાજતે શોભાયાત્રા નહીં નીકળે, મેળો નહીં થાય તેમજ ગોમતીમાં નૌકાવિહાર ઉત્સવનું પણ આયોજન નહીં થાય. જલઝીલણીનો ઉત્સવ મંદિરમાં જ સાદગીપૂર્ણ ઉજવવામાં આવશે. જેમાં સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.
આ ઉત્સવને હરિભક્તો મંદિરની વેબસાઈટ તેમજ યૂટ્યૂબ ચેનલ પર ઓનલાઈન જ નિહાળી શકશે.વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં આસિ. કોઠારી ડૉ. સંતસ્વામીએ જણાવતાં કહ્યું હતું, કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશીનાં પર્વનું વિશેષ મહત્વ રહેલું છે.
આ નિમિત્તે સંપ્રદાયનાં તમામ મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં સાંનિધ્યમાં જ પરંપરા પ્રમાણે સંતો તથા હરિભક્તોની સાથે ભગવાન શ્રીજી મહારાજની વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળે છે.
પવિત્ર ગોમતી તળાવમાં આવેલ નવા નીરમાં ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવે છે. આ પર્વમાં ભજન મંડળીઓ તથા કુલ 25થી વધારે ગામનાં હરિભક્તો મોટાં પ્રમાણમાં એકત્ર થાય છે. કુલ 10 મણથી વધારે કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે તેમજ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
આ પર્વનું સંચાલન શ્યામ સ્વામી દ્વારા કરવામાં આવતું હતું પણ ચાલુ વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે કુલ 192 વર્ષમાં પ્રથમવાર જલઝીલણી એકાદશી ઉજવાતો સમૈયો બંધ રાખવામાં આવ્યો છે. સરકારનાં આદેશ તેમજ માર્ગદર્શિકા પ્રમાણે શોભાયાત્રા નીકળશે નહીં.
લોકમેળો પણ નહીં ભરાય. આ પર્વ નિજમંદિરમાં જ સાદગીપૂર્વક જ ઉજવવામાં આવશે. હરિભક્તો મંદિરની વેબસાઈટ તથા યૂટ્યૂબ પર દર્શનનો લાભ લઈ શકશે એમ એમણે જણાવતાં કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews