કોરોના સંકટ દરમિયાન કર્ણાટકના બેલગામ જિલ્લામાંથી એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે. એક મહિલાએ તેના પતિની ડેડબોડી એક લારી(પુશકાર્ટ) માં લઇને અંતિમ સંસ્કાર માટે તેને સ્મશાનગૃહમાં લઈ જવી પડી. આ સમય દરમિયાન કોઈ પણ મહિલાની મદદ કરી શક્યું ન હતું. દરેક જણ કોરોના વાયરસથી ડરતા હતા, જેના કારણે કોઈએ નજીક જવાની કોઈ ઇચ્છા દર્શાવી ન હતી.
મહિલાએ કહ્યું કે તેણી તેના બે બાળકો સાથે પતિની ડેડબોડીને લારી પર લઇને અંતિમસંસ્કારમાં લઈ ગઈ હતી. પરિવાર અને સબંધીઓ પણ મદદ માટે આવ્યા ન હતા. દરેકને લાગ્યું કે તેના પતિનું મોત કોરોના વાયરસને કારણે થયું છે.
સ્થાનિક લોકોએ કહ્યું કે મહિલા અને તેના પરિવાર આર્થિક પડકારોનો પણ સામનો કરી રહ્યા છે. પૈસા ન હોવાને કારણે તેણે પતિની લાશને ગાડીમાં લઇ જવી પડી.
A woman in Belgaum used a push cart to move her husband’s dead body , no one helped as they feared the husband to have died due to #Covid19 pic.twitter.com/fdcfGPAhYE
— Nagarjun Dwarakanath (@nagarjund) July 18, 2020
ખરેખર, 55 વર્ષિય સદાશિવ હિરતીનું બુધવારે રાત્રે ઘરે નિધન થયું હતું. આ સમય દરમિયાન તેની પત્ની, પુત્ર અને પુત્રી ઘરે ન હતા. જ્યારે મૃતકની પત્ની પુત્ર અને પુત્રી ઘરે પરત આવી ત્યારે તેઓએ દરવાજો ખટખટાવ્યો હતો. જોકે સદાશિવે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જેના પછી પરિવાર દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. સગાઓએ સદાશિવને ખુરશી પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સદાશિવનું મોત હૃદય સંબંધિત બીમારીને કારણે થયું હતું. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે જ્યારે મહિલાને ક્યાંય પણ મદદ ન મળી ત્યારે તે તેના પતિના મૃતદેહને કાપડમાં લપેટીને લારીમાં નાખીને સ્મશાન ગૃહમાં પહોંચી હતી. આપને જણાવી દઇએ કે ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ભારત સહિત આખી દુનિયામાં કચવાટ સર્જાયા છે. કોરોના વાયરસને કારણે લોકો તેમના પ્રિયજનોથી પણ અંતર રાખી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news