સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે દેશના તમામ લોકો રસી લઇ રહ્યા છે અને કોરોનાની ત્રીજી લહેર સામે ટકી રહેવા માટે રસી લેવી જરૂરી પણ છે.
સરકારે ધીમે ધીમે શાળાઓ અને કોલેજ ખોલવાની પણ મંજુરી આપી દીધી છે. પરંતુ હજુ શાળા ખુલતાની સાથે જ વિધાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભય વચ્ચે હિમાચલ પ્રદેશના મંડીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની એક શાળામાં 79 વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. જેને લીધે હાહાકાર મચી જવા પામ્યો છે.
ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ અનુસાર, હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના મંડીમાં ધરમપુરની સાંઈ સ્કૂલમાં છેલ્લા ત્રણ દિવસમાં 79 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફ મેમ્બર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona report positive) આવ્યા બાદ શાળાને માઈક્રો કન્ટેનમેન્ટ(Micro Containment) ઝોન બનાવવામાં આવી છે. CMO ડો.દેવેન્દ્ર શર્મા(Dr. Devendra Sharma)એ આ પ્રકારની માહિતી આપી છે.
Himachal Pradesh: 79 students & 3 staff members tested COVID positive in the last 3 days at Sai School Dharampur in Mandi
“The school has been made a micro-containment zone after a cluster of cases,” says CMO Dr Devender Sharma
— ANI (@ANI) September 21, 2021
જણાવી દઈએ કે, મંગળવારે હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના 263 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 162 લોકોને રજા આપવામાં આવી છે અને બે લોકોના મોત થયા છે. જેમાં કાંગડા જિલ્લામાં 78 વર્ષના વૃદ્ધ અને તે જ જિલ્લાના 75 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. 13 તિબેટીયન લોકો સહિત 69 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ કાંગડા જિલ્લામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 3639 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કોરોનાના 217403 કેસ નોંધાયા છે. તેમાંથી 212033 સાજા થયા છે. કોરોના સક્રિય કેસ 1715 પર પહોંચી ગયા છે. આમાંથી, બિલાસપુર જિલ્લામાં 194 સક્રિય કેસ છે, ચંબા 35, હમીરપુર 403, કાંગડા 393, કિન્નૌર 9, કુલ્લુ 31, લાહૌલ-સ્પિતિ 13, મંડી 347, શિમલા 184, સિરમૌર ત્રણ, સોલન 24 અને ઉના 79 છેલ્લા 24 કલાક દરમિયાન 162 દર્દીઓ સાજા થયા છે અને કોરોનાની તપાસ માટે 11002 લોકોના નમૂના લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.