જાણો એવું તો શું થયું કે, પોલીસ કોન્સ્ટેબલને ભર બજારે દોડાવી દોડાવીને માર્યો માર- જુઓ વિડીયો

Published on: 3:59 pm, Fri, 16 April 21

હાલમાં કોરોના વચ્ચે એક વિડીયો ખુબ જ  વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલને ભર બજારે દોડાવી દોડાવીને માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો દોડીને કોન્સ્ટેબલને માર મારતા હોય છે. પોલીસકર્મીને મારવામાં મહિલાઓ પણ શામેલ છે.

પોલીસ કોન્સ્ટેબલને માર મારવાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ વીડિયો દિલ્હીના ખ્યાલા વિસ્તારનો છે. ખરેખર, પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં પીસીઆર કોલ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

જ્યાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રામને માર મારવામાં આવ્યો હતો. પહેલા તો પોલીસ કોન્સ્ટેબલે લોકો સાથે વાતચીત કરી હતી. અને ત્યાર બાદ બોલાબલી શરુ થઈ ગઈ હતી જેના કારણે કેટલા લોકો તેને માર મરવા લાગ્યા હતા.

થોડી વારમાં મામલો ઝગડા સુધી પહોચી ગયો હતો. આરોપ છે કે, આ પછી કેટલાક લોકો દોડી આવ્યા હતા અને કોન્સ્ટેબલને માર માર્યો હતો. પોલીસકર્મીને મારવામાં મહિલાઓ પણ શામેલ હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.