ભારતમાં કોરોના(Corona)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાની સાથે સાથે અત્યંત ખતરનાક પ્રકાર ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઇ રહ્યો. દેશમાં દિવસેને દિવસે સતત કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોના વાયરસના દૈનિક 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે. જોકે ગઈકાલની સરખામણીમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે કોરોનાના 3,47,254 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 10,050 થઈ ગયા છે. ગઈકાલની સરખામણીમાં ઓમિક્રોનના કેસોમાં 3.69 ટકાનો વધારો થયો છે.
દેશમાં કોરોના કેસની વધતી જતી સંખ્યા અને સાજા થવાની સંખ્યા ઓછી હોવાને કારણે સક્રિય કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસ વધીને 21,13,365 થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસ કુલ કેસના 5.43 ટકા પર પહોંચી ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ ઘટીને 93.31 ટકા પર આવી ગયો છે.
કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. છેલ્લા 24 કલાકમાં 2,42,676 લોકો કોરોનાથી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,63,01,482 થઈ ગઈ છે. આ સાથે, દેશમાં દૈનિક હકારાત્મકતા દર 17.22 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 16.65 ટકા નોંધવામાં આવ્યો છે.
આ સાથે દેશમાં કોરોનાની તપાસ માટે 71.34 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.