સુરત RTOમાં પૈસા લઈને ટેસ્ટ વિના પાક્કું લાયસન્સ બનાવી આપનાર ત્રણ એજન્ટોના પોલીસે કર્યા એવા હાલ કે…

સુરત(Surat): શહેરની RTO કચેરીમાં 3 આરટીઓ એજન્ટો(RTO agents)એ 8 હજારની રકમ લઈ ટેસ્ટ આપ્યા વગર લોકોને પાકુ લાયસન્સ(License scam) બનાવી આપતા હતા. જેના માટે એજન્ટો…

સુરત(Surat): શહેરની RTO કચેરીમાં 3 આરટીઓ એજન્ટો(RTO agents)એ 8 હજારની રકમ લઈ ટેસ્ટ આપ્યા વગર લોકોને પાકુ લાયસન્સ(License scam) બનાવી આપતા હતા. જેના માટે એજન્ટો આસિટન્ટ આરટીઓ ઈન્સ્પેકટર નિલેશ મેવાડાને 3500ની રકમ આપતા હતા. આસિટન્ટ આરટીઓ ઈન્સ્પેકટર નિલેશ મેવાડા સુરત આરટીઓ કચેરીમાં કોમ્પ્યુટર સિસ્ટમમાં ચેડા કરી લાયસન્સ શાખામાં ઉમેદવાર પાસ થયા અંગેનો ડેટા રેડી કરી દેવામાં આવતો હતો.

સમગ્ર કૌભાંડ એક અનામી અરજીને કારણે બહાર આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઇમે 3 આરટીઓ એજન્ટોની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે 9 અસલ ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કર્યા છે. પકડાયેલા આરટીઓ એજન્ટોમાં સાહીલ શાહનવાઝ વઢવાણીયા(28)(રહે, એલબી પાર્ક સોસા, ઘોડદોડ રોડ), ઈન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા(37)(રહે, સમૃધ્ધી બિલ્ડિંગ, સિટીલાઇટ રોડ, મૂળ રહે, લોલીયાગામ, અમદાવાદ) અને જશ મેહુલ પંચાલ(23)(રહે, રાજહંસ એપલ, પાલનપુરગામ, મૂળ રહે, ભાંડુગામ, મહેસાણા)ની ધરપકડ કરવામાં આવી છે.

સુરત RTO કચેરીમાં 5 વર્ષથી નોકરી કરતા આસિટન્ટ RTO ઈન્સ્પેકટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા(36)(રહે, નક્ષત્ર સોલીટર, કેનાલ રોડ, અડાજણ, મૂળ-સિદ્ધપુર, પાટણ) કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે હોસ્પિટલમાં પોલીસની નિગરાનીમાં છે. ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર કમિશનરની કચેરીમાં એક અનામી અરજી આવી હતી. જેમાં સુરત RTOમાં ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ નીકળતા હોવાની વાત હતી. 10 જેટલા ઉમેદવારોના પાકા લાયસન્સ ઈશ્યુ થઈ ગયા હતા. વાહનોના રજીસ્ટ્રેશન નંબર, 4 તબક્કાના વીડિયો જેવી કોઈ બાબત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વગર પાકા લાયસન્સ ઇશ્યુ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *